મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: માનવભક્ષી કુતરાએ બીજા બાળકને ફાળી ખાધું, ગરીબ પરિવારોમાં ચિત્કાર; તંત્રની હંમેશની જેમ ચુપ્પી

જામકંડોરણાના ઈન્દિરા નગર વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો ઝુંપડાઓમાં રહે છે. 26 ડિસેમ્બરે મા

રાજકોટ: માનવભક્ષી કુતરાએ બીજા બાળકને ફાળી ખાધું, ગરીબ પરિવારોમાં ચિત્કાર; તંત્રની હંમેશની જેમ ચુપ્પી

જામકંડોરણાના ઈન્દિરા નગર વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો ઝુંપડાઓમાં રહે છે. 26 ડિસેમ્બરે માનવભક્ષી કુતરાએ બાળકને મોતને ઘાટ ઉતારી હતી. જામકંડોરણાનું વહીવટી તંત્ર જાણે ગરીબની જિંદગીને માણસની જિંદગી બરાબર ના ગણતા હોય તેવી રીતે આજે ફરી 8 વર્ષની દીકરી ઉપર માનવભક્ષી કૂતરાઓએ હુમલો કર્યો. જામકંડોરણા પ્રાથમિક સારવાર લીધા બાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે વધુ સારવાર માટે ધોરાજી રિફર કરવામાં આવી હતી.

જામકંડોરણાના ઈન્દિરા નગર વિસ્તારમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની જગ્યા પર થોડાક સમય પહેલાં માનવભક્ષી કુતરોઓએ નિર્દોષ અને માસુમ બાળકને હાથ, પગ અને માથાંના ભાગમાં બચકા ભરી લેતાં રવીનાથ નામના સાત વર્ષીય બાળકનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. આ વિસ્તારમાં ઘટના સ્થળ પર લોકો કાયમી કુતરાના ભયના ઓથરે રહે છે. બાળકના કમકમાટીભર્યા મોતના પગલે સમગ્ર જામકંડોરણા પંથકમાં ભારે ચિત્કાર ભરેલી લાગણી ફેલાઇ ગઇ હતી.

આ પણ વાંચો : ચાંદખેડાની SMS હોસ્પિટલમાં ઓપરેશન બાદ વૃદ્ધનું મોત, પરિવારના આક્ષેપ સામે હોસ્પિટલે કહ્યું,'જે થાય તે કરી લો'

બાળકના સ્વજનો સહિત ઈન્દિરા નગર વિસ્તારના લોકોએ જામકંડોરણા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ધરણાં પર બેસી ગયા હતા. જામકંડોરણા મામલતદાર તે સમય મૃત પશુઓના અવશેષો તાત્કાલિક નાશ કરવા, ઘટના સ્થળે દિવાલ બનાવવી, કુતરાનું ખશીકરણ કરવું, પોલીસ બંદોબસ્ત આપવો, મૃત પશુઓની જગ્યા અન્યત્ર ખસેડવા પાત્ર થતી હોય તો તે અંગેની દરખાસ્ત તૈયાર કરવી. મૃત બાળકના પરીવારને સરકારી સહાયની સહિતના મુદ્દે તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત કચેરીને લેખિતમાં જાણ કરી હતી. આખરે ધોરાજીના પ્રાંત અધિકારીએ મૃતકના પરીવારને આશ્ર્વાસન આપીને ધરણાંનો સુખદ અંત લાવ્યો હતો.

આ વિસ્તારના લોકોને સુખદ અનુભવ થોડીક સમય રહ્યો અને ઘટના સ્થળવાળી જગ્યાએ ફરીથી મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી તેથી આ વિસ્તારના લોકોએ તા ૧૭ જાન્યુઆરીના રોજ મામલતદાર કચેરીએ લેખીત અને મૌખિક રજૂઆત કરી હતી. જામકંડોરણા રાજકીય આગેવાનોએ આ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને ધમકી આપી હતી. બાદમાં જણાવ્યું હતું કે, ઝુંપડાઓને જેસીબીથી હટાવી દઈશું જેથી કાયમી ધોરણે આ ઝંઝટમાંથી છુટકારો મળશે. બાદમાં સ્થાનિક લોકો દ્વારા જામકંડોરણા મામલતદાર કચેરીએ એકઠાં થયાં હતાં અને રેલી સ્વરૂપે જામકંડોરણા તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી ધરણાં પર બેસી ગયા હતા.

આ પણ વાંચો : ભાજપ ધારાસભ્ય જયેશ રાદડિયાની ચીમકી? કહ્યું,'નગરપાલિકાની ટિકિટ જોઈતી હોય તો સરખા બોલ નાખો'

ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીએ રૂબરૂ વિસ્તારની મુલાકાત લઇ આશ્વાસન આપ્યું હતું અને ધરણામાં બેસેલા લોકોના પારણા કરાવ્યા હતા. તમામ ઝુંપડામાં રહેતા ગરીબ લોકોને પ્લોટ 100 ચોરસ વાર અને મૃત્યુ પામનાર રવિનાથને સરકારશ્રી તરફથી આર્થિક સહાય મળે એવી બાંહેધરી આપી હતી. બાદમાં આજે 1 ફેબ્રુઆરીની સવારે 9:00 વાગ્યાની આજુબાજુ બાળક ઘરે ઝૂંપડામાં રમતું હતું ત્યારે માનવભક્ષી કૂતરાઓએ ઝૂંપડામાં આવીને નિર્દોષ આઠ વર્ષની બાળકીને ફાડી નાખતા સ્થાનિક લોકો દ્વારા તંત્ર ઉપર ફિટકાર વરસી રહ્યો છે અને આવનારા દિવસોમાં મોટું સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં.

આ સમાચાર શેર કરો