ભાવનગર નેશનલ હાઇવે પર ટ્રકની અડફેટે આવતા વૃદ્ધનું ઘટનાસ્થળે મોત
ભાવનગરમાં નેશનલ હાઇવે વિભાગની બેદરકારીના કારણે એક નિર્દોષ વૃદ્ધનો જીવ ગયો છે. ત્રાપજથી અલંગ તરફ જવાના નેશનલ હાઈવેન

ભાવનગરમાં નેશનલ હાઇવે વિભાગની બેદરકારીના કારણે એક નિર્દોષ વૃદ્ધનો જીવ ગયો છે. ત્રાપજથી અલંગ તરફ જવાના નેશનલ હાઈવેના માર્ગ પર ટુ- વ્હીલર બાઈક ચાલક વૃદ્ધ અડફેટે આવતા તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું.
આ પણ વાંચો : વડોદરામાં એક શખ્સે જાહેરમાં કર્યો હત્યાનો પ્રયાસ, અંતે સીટી પોલીસે વરઘોડો કાઢ્યો
નેશનલ હાઇવે રોડ પર ડ્રેનેજ માટે ખોદેલ લાઈન ઘણા લાંબા સમયથી અધુરી છોડી દેવામાં આવી છે જેના કારણે ત્યાંથી પસાર થવા માટે વળાંક લેતી વેળાએ ભીખાભાઈ ભગવાનભાઈ બારૈયા નામક વૃદ્ધ મોતને ભેટ્યા હતા.
આ પણ વાંચો : લગ્ન પ્રસંગમાં સામાન્ય બોલાચાલીએ હત્યાનું સ્વરુપ લીધું, ત્રણની ધરપકડ
નેશનલ હાઇવે વિભાગની આ ગંભીર બેદરકારી છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં એજન્સી દ્વારા કામ અધૂરું છોડાય છે જેનો ભોગ નિર્દોષ વ્યક્તિઓ બને છે.






