મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

13 વર્ષીય સગીરનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારનાર શખ્સ ઝડપાયો

છોટા ઉદેપુરમાં 13 વર્ષીય સગીરનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી પરિવાર પાસેથી એક લાખ રુપિયાની ખંડણ

13 વર્ષીય સગીરનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારનાર શખ્સ ઝડપાયો

છોટા ઉદેપુરમાં 13 વર્ષીય સગીરનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી પરિવાર પાસેથી એક લાખ રુપિયાની ખંડણી માંગનારો શખ્સ ઝડપાયો. આર્થિક તંગીને કારણે આરોપીએ આ પગલું ભર્યું હોવાનું કબુલ કર્યું.

29 ડિસેમ્બરના રોજ 13 વર્ષીય હિમાંશુ સંજય રાઠવા રાત્રે 8થી 9 વાગ્યાની આસપાસ કોઈને કીધા વિના ઘરેથી મોબાઈલ લઈને નિકળી ગયો હતો. બે દિવસ સુધી હિમાંશુ ઘરે પરત ન આવતા પરિવારના સૌ સભ્યોએ તેની શોધખોળ કરી તેમજ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : ભયાવહ કિસ્સો:ઘરની પાછળના કૂવામાંથી મળી આવ્યો 13 વર્ષીય કિશોરનો મૃતદેહ

ફરિયાદી કર્યા બાદ તેઓ ઘરે પરત ફર્યા ત્યારે હિમાંશુ લઈ ગયો હતો તે નંબર પરથી ફોન આવ્યો કે, દિકરો જોઈતો હોય તો એક લાખ રુપિયા તૈયાર કરીને રાખો હું છોકરાને ઘરે મુકી જઉં. ત્યારબાદ પોલીસને જાણ કરતાં પોલીસે હિમાંશુની શોધખોળ ચાલુ કરી. પોલીસને શંકા હતી કે આરોપી આજુબાજુનો માણસ જ હોઈ શકે છે તેથી આસપાસમાં તપાસ કરતાં ઘરની પાછળના કૂવામાંથી તાર બાંધેલી હાલતમાં માસૂમ હિમાંશુનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના દિવસોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

માસુમ બાળકનો હત્યારો બીજો કોઈ નહીં પરંતુ તેમનો પાડોશી પ્રકાશ રાઠવા જ હતો. 2 મહિના પહેલા તેની પત્નીની ડિલિવરી માટે લગભગ 1 લાખ 15 હજાર જેટલો ખર્ચ થયો હતો જેથી આરોપીએ આર્થિક તંગીના કારણે અપહરણ કર્યું હોવાનું કબુલ કર્યું. 29 તારીખે જ્યારે હિમાંશુ ઘરેથી મોબાઈલ લઈને નિકળ્યો ત્યારે સૌથી પહેલા તે તેમના પાડોશી પ્રકાશ રાઠવાને મળ્યો હતો. જ્યાં આરોપી પ્રકાશ રાઠવાને આર્થિક તંગી દુર કરવા અપહરણનો પ્લાન ઘડ્યો હતો. આરોપીએ સગીરને તારથી બાંધી દીધો પરંતુ હિમાંશુ તેને ઓળખતો હોવાનો ખ્યાલ આવતા હિમાંશુને કુવામાં નાખી દીધો. ત્યારબાદ આરોપીએ સગીરના પરિવારને ફોન કરી એક લાખ રુપિયાની ખંડણી માંગવાનો પ્રયત્ન કર્યો હતો.

આ પણ વાંચો : VIDEO: નડિયાદમાં પ્રાથમિક શાળાના 6 શિક્ષકોએ આચાર્ય પર કર્યો હુમલો, જાણો શું છે સમગ્ર મામલો

આખરે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર મામલાની તપાસ ધરતા આરોપી પકડી પાડ્યો છે. હાલ પોલીસને મર્ડરનો આરોપી પકડાઈ જતા હાશકારો  થયો છે. પરંતુ નજીકમાં રહેતા પાડોશીએ હત્યા કરી હોવાનું માલુમ પડતા ગામમાં ખળભળાટ મચી ગયો છે.

આ સમાચાર શેર કરો