ભયાવહ કિસ્સો:ઘરની પાછળના કૂવામાંથી મળી આવ્યો 13 વર્ષીય કિશોરનો મૃતદેહ
છોટાઉદેપુરમાંથી એક અત્યંત ભયાવહ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કિશોરનો મૃતદેહ ઘરની પાછળના

છોટાઉદેપુરમાંથી એક અત્યંત ભયાવહ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કિશોરનો મૃતદેહ ઘરની પાછળના કૂવામાંથી મળી આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બામરોલી ગામે ૧૩ વર્ષના તરુણનો કૂવામાંથી રહસ્યમયી રીતે મૃતદેહ મળી આવ્યો.
29 ડિસેમ્બરના રોજ 13 વર્ષીય હિમાંશુ સંજય રાઠવા રાત્રે 8થી 9 વાગ્યાની આસપાસ કોઈને કીધા વિના ઘરેથી મોબાઈલ લઈને નિકળી ગયો હતો. બીજા દિવસે પણ હિમાંશુ પાછો ઘરે ન આવતા પરિવારના સૌ સભ્યોએ તેની શોધખોળ ચાલુ કરી અને હિમાંશુના પિતા જેઓ કામકાજ અર્થે રાજસ્થાન રહે છે તેમને પણ કોલ કરી બોલાવી લેવાયા. ત્યારબાદ ઘરના સદસ્યોએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : રાજકોટ: લેન્ડ ગ્રેબિંગના ફરિયાદીની હત્યા મામલે કોળી સમાજના ધરણા, કરી આ માંગણી
ફરિયાદી કર્યા બાદ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે હિમાંશુ લઈ ગયો હતો તે નંબર પરથી ફોન આવ્યો કે, દિકરો જોઈતો હોય તો એક લાખ રુપિયા તૈયાર કરીને રાખો હું છોકરાને ઘરે મુકી જઉં. ત્યારબાદ પોલીસને જાણ કરતાં પોલીસે હિમાંશુની શોધખોળ ચાલુ કરી. આ તપાસ દરમિયાન ઘરની પાછળના કૂવામાંથી તાર બાંધેલી હાલતમાં માસૂમ હિમાંશુનો મૃતદેહ મળી આવ્યો હતો. હિમાંશુના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડી પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.






