VIDEO: નડિયાદમાં પ્રાથમિક શાળાના 6 શિક્ષકોએ આચાર્ય પર કર્યો હુમલો, જાણો શું છે સમગ્ર મામલો
ખેડામાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં શાળાના શિક્ષકો દ્વારા જ શાળાના આચાર્ય પર હુમલો કરવ
ખેડામાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં શાળાના શિક્ષકો દ્વારા જ શાળાના આચાર્ય પર હુમલો કરવામાં આવ્યો. આચાર્યએ શાળા દરમિયાન શિક્ષકોને મોબાઈલ વાપરવાની ના પડાતા શિક્ષકોએ આચાર્ય પર હુમલો બોલાવ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
આ પણ વાંચો : AMCની પરીક્ષામાં કૌભાંડ; પરિણામ સાથે છેડછાડ કરનાર ક્લાર્ક સસ્પેન્ડ, નોકરી લાગેલા ઘરભેગા
ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકાની સોળપુર પ્રાથમિક શાળામાં, ચાલુ શાળાએ મોબાઈલ ઉપયોગ કરતા શિક્ષકને મોબાઈલ મૂકી દેવાનું કહેતા શિક્ષકે ઉસ્કેરાઈ હુમલો કર્યો અને અન્ય શિક્ષકોને બોલાવી લીધા હતા. વાંચન, લેખન અને ગણનમાં શિક્ષકોની નબળી કામગીરીને કારણે આચાર્યએ શિક્ષકોને ટોકતા શિક્ષકો આચાર્ય વિરુદ્ધ રોષે ભરાયા હતા.
ચાલુ શાળા દરમિયાન થયેલી ઝપાઝપીમાં વિદ્યાર્થીઓની હાજરીમાં છ શિક્ષકો દ્વારા આચાર્ય સાથે ધક્કા મુક્કી કરી લાફા અને માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઇ આચાર્ય દ્વારા ચકલાસી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી.






