Bhuj એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, 3 વખત નિષ્ફળ પ્રયાસ બાદ ચોથા પ્રયત્ને એર ઈન્ડિયાના વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ
દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટના મુસાફરોના જીવ થોડીક ક્ષણો માટે તાળવે ચોંટી

દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટના મુસાફરોના જીવ થોડીક ક્ષણો માટે તાળવે ચોંટી ગયા હતા. ભુજ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતાં પાયલોટ વિમાનને રનવે પર ઉતારવા સતત પ્રયત્નો કરી રહ્યા હતા, પણ ત્રણ વખત ઉતરાણ નિષ્ફળ જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે સદનસીબે ચોથા પ્રયાસે સુરક્ષિત રીતે વિમાન લેન્ડ થઈ જતાં સૌ મુસાફરો સહિત એરપોર્ટ સ્ટાફે હાશકારો અનુભવ્યો હતો.
ચોથા પ્રયાસે પાયલટે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું
દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો માટે જોખમી સ્થિતિ પેદા થઈ હતી. ભુજ એરપોર્ટ પર ઉતરાણ માટે વિમાને ત્રણ વખત પ્રયાસો કર્યા પરંતુ ટેકનિકલ અવરોધના કારણે લેન્ડિંગ નિષ્ફળ રહ્યું હતું. અંતે ચોથા પ્રયાસમાં પાયલટે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટના દરમિયાન વિમાનમાં સવાર બાળકો અને વૃદ્ધો સહિતના મુસાફરોમાં ભારે ફફડાટ અને તણાવ ફેલાયો હતો. ફ્લાઈટ કેપ્ટને જણાવ્યું હતું કે ટેકનિકલ ક્ષતિના કારણે સાવચેતીના ભાગરૂપે લેન્ડિંગમાં વિલંબ થયો હતો.




