VIDEO: લગ્નના નામે ઠગાઈ, રાજસ્થાનની ગેંગે ખેડૂત પુત્ર પાસેથી 1.50 લાખ પડાવ્યા
સોર્સ : gstv
મહીસાગર જિલ્લામાં લગ્નની લાલચમાં એક પરિવાર સાથે ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. વિરપુર તાલુકાના લીંબરવાડા ગામમાં ખેડૂત પુત્રને રૂપિયા 1.50 લાખમાં છેતરવામાં આવ્યો હોવાની ઘટના નોંધાઈ છે. માહિતી મુજબ રાજસ્થાનની ગેંગ દ્વારા યુવકને લગ્નનો પ્રલોભન આપી દુલ્હન સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. લગ્ન બાદ મંદિર ખાતે માનતા પૂરી કરવા જવાના બહાને દુલ્હન બાઈક પર ફરાર થઈ ગઈ હતી. આ ઘટનાથી પરિવારમાં ભારે આઘાત અને રોષ વ્યાપ્યો છે. વિરપુર પોલીસ દ્વારા ચાર ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર ગેંગના કૌભાંડ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

