મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોલો લ્યો! ટ્રાફિક પોલીસે રિક્ષાચાલકને હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરવા બદલ દંડ ફટકાર્યો!

ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમોના ભંગ બાદલ મેમો ફટકારે છે એ સારી બાબત છે,

બોલો લ્યો! ટ્રાફિક પોલીસે રિક્ષાચાલકને હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરવા બદલ દંડ ફટકાર્યો!

ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમોના ભંગ બાદલ મેમો ફટકારે છે એ સારી બાબત છે, પણ ક્યારેક ટાર્ગેટ પૂરો કરવામાં ટ્રાફિક પોલીસના જવાનો નિર્દોષ વાહનચાલકોને પણ મેમો ફટકારી દંડ વસુલે છે, જેમણે ખરેખર તો કોઈ ટ્રાફિક નિયમનો ભંગ જ નથી કર્યો હતો. પણ ગુજરાતમાં આવું થયું છે, જેમાં એક રિક્ષાચાલકને વગર કારણે રૂ.500ના મેમો ફટકારવામાં આવ્યો છે. 

રિક્ષાચાલકને ફટકાર્યો હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેર્યાનો મેમો

આ ઘટના ગુજરાતના મહીસાગર જિલ્લામાં બની છે, જેમાં સંતરામપુરમાં રહેતા રિક્ષાચાલક વણકર કલ્પેશભાઈ મણિલાલને ટ્રાફિક પોલીસે તેની રિક્ષા GJ-23-X-569 ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેર્યો હોવાનો નિયમભંગ દર્શાવીને મેમો ફટકાર્યો છે અને સમાધાન શુલ્ક પેટે રૂ.500 વસુલવામાં આવ્યા છે. 

હવે રિક્ષામાં ક્યારથી સીટબેલ્ટ આવવા લાગ્યા એ અન્ય રિક્ષાચાલકોમાં ચર્ચાનો અને સાથે ચિંતાનો વિષય બન્યો છે. આ મેમો જોઈને અન્ય રિક્ષાચાલકો પણ ડરી ગયા છે કે રીક્ષા ચલાવતી વખતે ક્યાંક સીટબેલ્ટ ન પહેરતા પોતે ન પકડાઈ જાય! 

આ પાવતીમાં મોટર વ્હીકલ અધિનિયમ 194(D) મુજબ દંડ ફટકાર્યો હોવાનું પણ દર્શાવાયું છે, જે મોટરસાયકલ ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારવામાં આવતા દંડની કલમ છે. મતલબ રિક્ષાચાલાક રિક્ષા ચલાવતી વખતે સીટબેલ્ટ પણ પહેરે અને હેલ્મેટ પણ!

હાલ આ ઘટના મહીસાગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચનો વિષય બની છે. જો મહીસાગર ટ્રાફિક પોલીસમાં સહેજ પણ શરમ બચી હોય તો આ રિક્ષાચાલકને શોધીને તેની પાસેથી વસુલવામાં આવેલો કારણ વગરનો દંડ પરત કરવો જોઈએ. 

આ સમાચાર શેર કરો