ગીરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થતા જ ગાદી અંગે ઉભો થયો વિખવાદ, જાણો મામલો
જુનાગઢ : ગીરનાર અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત તનસુખગીરી બાપુએ લ

જુનાગઢ : ગીરનાર અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત તનસુખગીરી બાપુએ લાંબી બીમારીના અંતે રાજકોટ ખાતે ગોકુલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે અને તેઓ બ્રહ્મલીન થયા છે. તેમના અવસાનથી ગિરનાર ક્ષેત્રના સંતોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. પણ આ સાથે જ તેમની સમાધિ યાત્રા સમયે જ ગાદી માટે સંતોમાં વિવાદ શરૂ થયો છે.
ગીરનાર અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમની સમાધિયાત્રા સમયે જ ભવનાથના મંહત હરીગીરી, ઈન્દ્રભારતી બાપુનું જૂથ અને દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી વચ્ચે અંબાજી મંદિરની ગાદી અંગે વિખવાદ ઉભો થયો છે.
બ્રહ્મલીન તનસુખગીરીના ખાસ શીષ્ય કીશોરભાઈ અને યોગેશભાઈએ આક્ષેપ કર્યા છે કે મહેશગીરીએ હોસ્પિટલમાં તનસુખગીરી બાપુ પાસે સહી સીક્કા કરાવી લીધા છે.
તો સામે મહેશગીરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, “સત્ય કહેવાનો મારો સ્વભાવ છે, ગુરુ પરંપરાની શાખ બચાવવાની છે, મને તનસુખગિરી બાપુએ અંબાજી મંદિરનું ધ્યાન રાખવાનું કહ્યું છે. સહી/સિક્કા ડોક્ટર અને વકીલની સાક્ષીમાં કરવામાં આવ્યાં છે. તો ભવનાથના મંહત હરીગીરી અંગે તેમણે કહ્યું કે અખાડો હરીગીરી નથી પણ હરીગીરી અખાડામાં છે. હું વેચાવાનો નથી. મારો એક જ ધ્યેય ગિરનારને અને ભવનાથને બચાવવાનો છે. બધા રેકોર્ડ ટૂંક સમયમાં મીડિયા સમક્ષ રાખીશ.”






