મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gandhinagar news: LRDની ભરતી પ્રક્રિયા પૂર્ણ, ફાઇનલ મેરીટ લિસ્ટમાં સામેલ ઉમેદવારોને આ દિવસે એનાયત કરાશે નિમણૂક પત્ર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક (LRD) અંતર્ગત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છ

Gandhinagar news: LRDની ભરતી પ્રક્રિયા પૂર્ણ, ફાઇનલ મેરીટ લિસ્ટમાં સામેલ ઉમેદવારોને આ દિવસે એનાયત કરાશે નિમણૂક પત્ર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક (LRD) અંતર્ગત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. પ્રસિદ્ધ કરાયેલા ફાઈનલ પરિણામમાં પસંદગી પામેલા ઉમેદવારોને 23 ડિસેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે.

 23 ડિસેમ્બરે નિમણૂંક પત્ર એનાયત કરાશે

આ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગરની કચેરી દ્વારા તા. 12/12/2025ના પત્રક્રમાંક GPRB/LRD/આખરી પરિણામ/1084/25 મુજબ માહિતી આપવામાં આવી છે. રાજ્ય પોલીસ દળમાં વિવિધ સંવર્ગોની કુલ 12,000 જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જેમાંથી કુલ 11,899 ઉમેદવારોની આખરી પસંદગી યાદી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે તેમજ સંબંધિત કચેરીને મોકલવામાં આવી છે.

ગાંધીનગરના સેક્ટર-11 ખાતે ભવ્ય કાર્યક્રમમાં નિમણૂક અપાશે  

પસંદગી પામેલા ઉમેદવારો માટે નિમણૂક પત્ર એનાયત કરવાનો ભવ્ય કાર્યક્રમ રામકથા મેદાન, સેક્ટર-11, ગાંધીનગર ખાતે યોજાશે. કાર્યક્રમ બપોરે 4:00 વાગ્યે શરૂ થશે અને તેમાં મુખ્યમંત્રી પસંદગી પત્રો એનાયત કરશે.

આ સમાચાર શેર કરો