મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડાના ઓડિયો ક્લિપકાંડમાં LRD કર્મચારી સસ્પેન્ડ, નકલી PSI બની નાણાં માંગ્યા હતા

ખેડા જિલ્લામાં LRD સત્યદીપ ચુડાસમાની નકલી PSI બની અમેરિકાના વ્યક્તિ સાથે ગેરકાયદે નાણાકીય વ્યવહારની ઓ

ખેડાના ઓડિયો ક્લિપકાંડમાં LRD કર્મચારી સસ્પેન્ડ, નકલી PSI બની નાણાં માંગ્યા હતા

ખેડા જિલ્લામાં LRD સત્યદીપ ચુડાસમાની નકલી PSI બની અમેરિકાના વ્યક્તિ સાથે ગેરકાયદે નાણાકીય વ્યવહારની ઓડિયો વાયરલ થઇ હતી. આ મુદ્દે ખેડાના SPએ LRD જવાનને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ શરૂ કરી છે.

નકલી PSI બની નાણાં માંગતા કોન્સ્ટેબલ સસ્પેન્ડ

નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના PIને બે ઓડિયો ક્લિપ મળી હતી જેમાં લોકરક્ષક તરીકે ભરતી પામેલા સત્યદીપ રામદેવ ચુડાસમા અમેરિકાના કોઇ રોકીભાઇ સાથે ગેરકાયદે ધંધાની અને નાણાકીય વ્યવહાર અંગે વાત કરતા હોવાથી, તેમજ પોતે પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવે છે અને ગેરકાયદે પ્રવૃતિઓ માટે ઉપરી અધિકારીઓની સંમત્તિ છે તેવો ઉલ્લેખ કરે છે.

આ ઓડિયો ક્લિપની ખરાઇ કરતા તે સત્યદીપનો અવાજ હોવાનું જણાઇ આવ્યું હતું. અગાઉ પશ્ચિમ પોલીસ સ્ટેશનથી હેડ ક્વાર્ટર્સમાં બદલી થયા છતાં સત્યદીપ ખોટી ઓળખ આપીને પોલીસ વિભાગને બદનામ થાય તે મુજબનું વર્તન કર્યું હતું.

સમગ્ર મામલે SP રાજેશ ગઢીયાએ પોલીસકર્મી સત્યદીપ ચુડાસમાને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ પણ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો