ઉપરવાસમાં પડેલા વરસાદથી અંબિકા નદી બે કાંઠે, બીલીમોરા નજીક ધમડાછા લો લાઈન બ્રિજ પાણીમાં ગરક
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે દ

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદ વરસી રહ્યો છે. જેથી નદીઓ ફરી બે કાંઠે વહી રહી છે. લોકમાતા અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. જેથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
બ્રિજ પર પાણી ફરી વળ્યા
ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે અંબિકા નદીની સપાટી વધી ગઈ છે. બીલીમોરા નજીક આવેલા ધમડાછા લો લાઈન બ્રિજ ઉપરથી અંબિકા નદીના પાણી ફરી વળ્યા છે. પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે આસપાસ આવેલા ગામોને સાવચેત રહેવા માટે અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
ડેમમાં પાણીની આવક
અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. સાથે જ ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. ઝરણાં વહેતા થઈ ગયા છે. જેના કારણે દેવધા ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક વધવાના કારણે ડેમના નીચાણવાળા વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.






