મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પ્રેમી પંખીડાએ તાપીમાં ઝંપલાવ્યુ, ચોથા દિવસે પ્રેમીનો મૃતદેહ મળ્યો, પ્રેમિકાની શોધખોળ ચાલુ

સાથે જીવવા ન મળતાં સુરતમાં ઘરેથી ભાગી જઈને પ્રેમી પંખીડાએ તાપી નદીમાં ઝંપલાવ્યું

સુરતમાં પ્રેમી પંખીડાએ તાપીમાં ઝંપલાવ્યુ, ચોથા દિવસે પ્રેમીનો મૃતદેહ મળ્યો, પ્રેમિકાની શોધખોળ ચાલુ

સાથે જીવવા ન મળતાં સુરતમાં ઘરેથી ભાગી જઈને પ્રેમી પંખીડાએ તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. શોધખોળના ચોથા દિવસે પ્રેમીનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો હતો. જ્યારે પ્રેમિકાનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી. બંને પ્રેમી પંખીડાઓ પરિણીત છે. પ્રેમીને એક પાંચ મહિનાનો દીકરો પણ છે. 

આ પણ વાંચોઃ ભાજપના MLAના લેટ બોમ્બથી નીકળી વિકાસના ફુગ્ગાની હવા! સુવિધાના અભાવે લોકોના 'હિજરત'ની કબૂલાત

બ્રિજ પરથી મોબાઈલ-બાઈક મળ્યા

રાકેશ અને તેની 22 વર્ષીય પ્રેમિકા મહિલા જેના પણ લગ્ન થઈ ગયાં છે અને તેના પતિ સાથે રાકેશની નજીકમાં રહેતી હતી. તેના લગ્ન 3 વર્ષ પહેલાં થઈ ગયા છે. એક કે દોઢ વર્ષ પહેલાં રાકેશ અને આ મહિલા સંપર્કમાં આવ્યા હતા અને બંનેનો પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે આ બાબતે પરિવારજનોને પણ જાણ થઈ ગઈ હતી. દરમિયાન રાકેશના ઘરે દીકરાનો જન્મ થયા બાદ બંનેને એવું હતું કે હવે બંને સાથે રહી શકે તેવી સ્થિતિ ન હોવાની મની રહ્યા હતા. ગત 10 ડિસેમ્બરના રોજ રાકેશ અને તેની પ્રેમિકા સાથે બપોરે બાઈક પર ઘરે કંઇપણ કહ્યા વિના નીકળી ગયા હતા. ત્યારબાદ બંને મગદલ્લા બ્રિજ પર પહોંચી ગયા હતા. જ્યાં બાઈક અને મોબાઇલ ફોન બ્રિજ પર જ મૂકી બંને તાપી નદીમાં કૂદી ગયા હતા. 

પ્રેમિકાનો કોઈ પત્તો નહી

ફાયર વિભાગ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરી હતી. જોકે ચાર દિવસ કોઈ પત્તો લાગ્યો ન હતો. આ સાથે જ પરિવાર અને સંબંધીઓ પણ શોધખોળ કરતા હતા.ગત રોજ સાંજે રાકેશની મૃતદેહ સરદાર બ્રિજ નીચે દરિયા સંકુલ નજીક રાકેશનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ફાયર વિભાગ દ્વારા રાકેશના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી તેની પ્રેમિકાનો કોઈ પત્તો લાગ્યો નથી. આ બાબતે પરિવાર પણ સિવિલ દોડી આવ્યો હતો.

આ સમાચાર શેર કરો