મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સ્થાનિકોએ તંત્ર પર લગાવ્યા ગંભીર આરોપ, 40થી 50 વરસથી અહી રહીએ છીએ ક્યા જઇશું

અમદાવાદમાં ચંડોળા બાદ AMCએ બીજી સ

અમદાવાદમાં ચંડોળા બાદ AMCએ બીજી સૌથી મોટી ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરી છે. શહેરના ઇસનપુર તળાવ પર છેલ્લા 50 વર્ષથી ચાલતા ગેરકાયદેસર કાચા–પાકા મકાનોને દૂર કરવામા આવ્યા. આ ઝુંબેશ હેઠળ કુલ 918 પાકા મકાનો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. કાર્યવાહી દરમિયાન સુરક્ષા માટે 15થી વધુ JCB મશીનો અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કર્યો છે. બુલડોઝર ફરે તે પહેલાં જ ઘણા લોકોએ પોતાના મકાનો સ્વેચ્છાએ ખાલી કરવાનું શરૂ કરી દીધું છે.  

લોકો સ્મશાનમાં સામાન મૂકવા મજબૂર઼

ડિમોલિશનની કાર્યવાહી પહેલા લોકો પોતાનો સામાન ખાલી કરી શક્યા નહતા. એવામાં બુલડોઝર એક્શનથી ત્યાં રહેતા લોકોને જેટલો સામાન મળ્યો તેટલો બચાવવાનો પ્રયાસ કર્યો. હાલ, લોકો પોતાનો સામાન નજીકમાં સ્થિત સ્મશાનમાં મૂકવા મજબૂર બન્યા છે. 

લગભગ ચાર દાયકાથી દબાણની સ્થિતિ 

મળતી માહિતી અનુસાર સરકાર અને એએમસી દ્વારા હાલમાં તળાવોના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે તળાવો પર દાયકાઓથી બાંધવામાં આવેલા દબાણોને પણ દૂર કરવા પડી રહ્યા છે. અગાઉ ચંડોળામાં હજારો ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા તેના બાદ આજે ઇસનપુરમાં લગભગ ચાર દાયકાથી તળાવ નજીક બાંધવામાં આવેલા દબાણો પર બુલડોઝરવાળી કરવામાં આવી છે. 500થી વધુ એએમસીના કર્મચારીઓ અને શ્રમિકોની ટોળી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરી રહી છે. 

આ સમાચાર શેર કરો