VIDEO : અમદાવાદમાં અથાણાંમાંથી નીકળી ગરોળી, કોર્પોરેશને કરી કાર્યવાહી
AHMEDABAD NEWS : ખાણી પીણીની વસ્તુઓમાંથી જીવ-જંતુઓ નિકળવાનો સિલસિલો યથાવત છે. હવે અમદાવાદમાં અથાણામાંથી ગરોળી નિકળવાન

AHMEDABAD NEWS : ખાણી પીણીની વસ્તુઓમાંથી જીવ-જંતુઓ નિકળવાનો સિલસિલો યથાવત છે. હવે અમદાવાદમાં અથાણામાંથી ગરોળી નિકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના જોધપુર વિસ્તારના રાવલ પરિવારને આ કડવો અનુભવ થયો છે.
જે અથાણામાંથી મૃત ગરોળી નિકળી તે સાણંદના શુભ અથાણા ભંડારમાં બન્યું હતું અને એક મહિના પહેલા 28મે ના દિવસે પરિવારે વેજલપુરના શ્રેયસ કોમ્પલેક્સમાં આવેલા જૈન ગૃહઉદ્યોગમાંથી અથાણું ખરીદ્યું હતું.
દરરોજ રાવલ પરિવાર થોડા થોડા અથાણાનો ઉપયોગ કરતો હતો. પરંતુ ગઈકાલે અથાણાની બરણીમાંથી ગરોળી નિકળતા પરિવાર ચોંક્યો હતો.
ગરોળીવાળા અથાણાંના દરરોજના વપરાશના કારણે છેલ્લે એક મહિનાથી પરિવારને ઝાડ ઊલટીની અસર થઈ છે. જો કે, પરિવારે એવું તો નહીં જ ધાર્યું હોય તે તેઓ જે અથાણાનો ઉપયોગ કરી રહ્યા છે તેને બનાવતા સમયે જરા પણ ધ્યાન નથી રાખવામાં આવ્યું અને તે બરણીમાં મૃત ગરોળી છે.






