વાપીમાં છૂટકમાં ચાલતા ગાંજાના વેપલાનો પર્દાફાશ, લિસ્ટેડ આરોપી 5.330 કિલો જથ્થા સાથે પકડાયો
વાપીના કબ્રસ્તાન રોડ ઉપર આવેલી ચાલીમાં રહેતો યુવક ગાંજાના વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી તેના ઉપર વોચ રાખી રહ્યા

વાપીના કબ્રસ્તાન રોડ ઉપર આવેલી ચાલીમાં રહેતો યુવક ગાંજાના વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી તેના ઉપર વોચ રાખી રહ્યા હતા. જે દરમ્યાન તેના ઘરમાં ગાંજાનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળતા વાપીના કબ્રસ્તાન રોડ ઉપર આવેલી ચાલીના રૂમમાં ચેક કરતા કુલ 5.330 કિલો ગાંજાના જથ્થા સાથે વલસાડ SOGની ટીમે લિસ્ટેડ ગાંજાનો આરોપીને ઝડપી પાડ્યો હતો.
બાતમીના આધારે રેડ
બાતમીના આધારે વલસાડ જિલ્લાના વાપીના કબ્રસ્તાન રોડ ઉપર આવેલી રાણાની ચાલીમાં રહેતા કિરણ રાજેશભાઇએ રાખેલા ભાડાની રૂમમાં વિપુલ પ્રમાણમાં વનસ્પતિ રૂપ ગાંજાનો જથ્થો લાવ્યો હોવાનું અને તેનું છૂટક વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. વાપી કબ્રસ્તાન રોડ ઉપર આવેલી રાણાની ચાલીમાં કિરણ રાજેશભાઇએ ભાડે રાખેલા રૂમમાં જઈને ચેક કરતા 5.330 કિલોગ્રામ ગાંજાનો જથ્થો SOGની ટીમે ઝડપી પાડ્યો હતો.
વજન કાંટો પણ મળ્યો
વલસાડ SOGની ટીમે વલસાડ FSLની ટીમની મદદ લઈને વનસ્પતિનું પરીક્ષણ કરતા ગાંજાનો જથ્થો હોવાનું વલસાડ FSLની ટીમે જણાવ્યું હતું. વલસાડ SOGની ટીમે રૂમમાં વધુ ઝીણવટ ભરી રીતે ચેક કરતા 4.20 લાખ રૂપિયા રોકડા ઝડપી પાડ્યા હતા. વલસાડ SOGની ટીમે 53,330ની કિંમતનો ગાંજાનો જથ્થો અને રોકડા 4.20 લાખ તથા મોબાઈલ.અને વજન કાંટો મળીને કુલ 4.85 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી વાપી ટાઉન પોલીસ મથકે NDPS એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.








