મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ અગ્નિકાંડ:  ગેમઝોનના સંચાલકની ઓફિસમાંથી બિયરના ટીન મળ્યા, ગેમની આડમાં પાર્ટી?

Rajkot Gamezone Fire: રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં અત્યાર સુધીમાં 28 લો

રાજકોટ અગ્નિકાંડ:  ગેમઝોનના સંચાલકની ઓફિસમાંથી બિયરના ટીન મળ્યા, ગેમની આડમાં પાર્ટી?

Rajkot Gamezone Fire: રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે અને દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરીને તપાસ આદેશ આપ્યા છે. ત્યારે અગ્નિકાંડ મામલે વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ગેમ ઝોનમાં સંચાલકની ઓફિસમાંથી બિયરની બોટલો મળી આવી છે. જેના કારણે અહીં દારૂની પાર્ટીઓ થતી હોવાની શંકાઓ ઉપજી છે. 

શું ગેમ ઝોનમાં દારૂની પાર્ટી ચાલતી હતી?

તપાસ દરમિયાન ટીઆરપી ગેમ ઝોનના મુખ્ય સંચાલકની ઓફિસમાંથી બિયરની પેટી મળી આવી છે. આ ઉપરાંત સિગરેટના ખાલી પેકેટ પણ મળી આવ્યા છે. જ્યાં આટલી મોટી ઘટના બની ત્યાંથી દારૂની ખાલી બોટલો અને સિગારેટના પેકેટો મળી આવ્યા બાદ હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, શું ગેમ ઝોનમાં દારૂની પાર્ટીઓ ચાલતી હતી?

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી સહિત કુલ 6 લોકો સામે એફઆઈઆર નોંધાવામાં આવી છે. અગ્નિકાંડ મામલે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થતાં તે પણ આ મામલે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

આ સમાચાર શેર કરો