VIDEO: જૂનાગઢમાં સિંહોએ ગૌ વંશને બનાવ્યું નિશાન, ધણખૂંટે હિંમતભેર સિંહનો સામનો કરી ભગાડ્યા
જૂનાગઢમાં વાડલા ફાટક નજીક સિંહ રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં પહોંચ્યા
જૂનાગઢમાં વાડલા ફાટક નજીક સિંહ રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં પહોંચ્યા હતા. સિંહ દ્વારા ગૌવંશોનો શિકાર કરતાં લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. બાળ ગૌવંશનો શિકાર કરતાં તેમની માતાએ સિંહના મોંમાથી મારણને છોડાવ્યું.
રાહેણાંક વિસ્તારમાં ગૌવંશનો શિકાર કર્યો
જૂનાગઢમાં વાડલા ફાટક નજીક બે સિંહ શિકાર કરવા રહેણાંક વિસ્તારમાં ચડી પહોંચ્યા હતા. વાડલા ફાટક નજીકની રાધિકા રેસીડેન્સીમાં સવારે છ વાગ્યાનાની આસપાસ સિંહ ઘૂસી આવ્યાં હતા. જ્યાં તેમણે ભૂખ સંતોષવા ગાયોના ધણને પોતાનો શિકાર બનાવ્યો હતો. જેમાં સિંહ દ્વારા બે ગૌવંશનું મારણ કરાતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. બાલ ગૌવંશનો શિકાર કરતાં તેમની માતાએ સિંહના મોંમાથી મારણ લઈ જતાં છોડાવ્યું હતું. સિંહ ને મારાં કરતાં અટકાવી ધણ ખૂંટે ભગાડ્યા.
ધણખૂંટે મરણિયા પ્રયાસો કરી ગૌવંશને બચાવ્યું
ધણખૂંટે(સાંઢ) તેમના સાથી ગૌવંશને બચાવવા માટે હિંમતભેર સિંહનો સામનો કર્યો. ધણખૂંટે ગૌવંશનું રક્ષણ કરવા સિંહ સામે બાથ ભીડી હવામાં ઉછાળ્યાં. ધણખૂંટે શિકાર કરવા આવેલા સિંહ ને શીંગમાં ભરીને હવામાં ઉછાળી ઉછાળીને મારાં પરથી ભગાડ્યા. ગૌ વંશમાં પણ તેમના સાથીઓ પ્રત્યે કેટલો પ્રેમ હોય છે તેનો ઉત્તમ નમૂનો ધણખૂંટે સાબિત કર્યુ. મરણિયા પ્રયાસો કરી સાથી ગૌવંશને બચાવવાના અદભુત પ્રયાસની ઘટના આવી સામે. જેની વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થવા પામ્યો છે.








