જૂનાગઢમાં મારામારીની ઘટનામાં બંને જુથોના એકબીજા સામે આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ
જૂનાગઢમાંથી મારામારીની એક ઘટના સામે આવી રહી છે જેમાં નગર સેવકના માણસો તથા અન્ય એ

જૂનાગઢમાંથી મારામારીની એક ઘટના સામે આવી રહી છે જેમાં નગર સેવકના માણસો તથા અન્ય એક શખ્સ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જૂનાગઢમાં ખામધોળ ચોકડી નજીક રહેણાંક મકાનમાં જઈને માથાકૂટ કરવા બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે સાવન ભીંભા, હિતેશ, અનિલ અને અન્ય અજાણ્યા 8 ઈસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
સલીમ મહમદ સાંઘ છરી વડે હુમલો કરવાની બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી. ઇજાગ્રસ્ત સલીમ મહમદ સાંઘને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હુમલો કરનાર પૂર્વ નગર સેવક કિરીટ ભીંભાના પુત્ર અને માણસો હોવાનું સલીમ મહમદ સાંઘએ ફરિયાદમાં જણાવ્યું હતું. પૂર્વ નગર સેવક કિરીટ ભીંભા (મુન્ના ભાઈ)ના પત્ની લીરીબેન હાલ વોર્ડ નંબર 2ના નગર સેવક છે.
તો બીજી તરફ કિરીટ ભીંભા તરફથી આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે સલીમ મહમદ સાંઘનો તેમના વિસ્તારમાં ઘણા સમયથી ત્રાસ છે તેમજ મારામારીની ઘટનામાં તેમના પુત્રને પણ ઇજા થયેલ છે. પૂર્વ નગર સેવક દ્વારા પણ પોલીસ ફરિયાદ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.






