મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી: ચલાલા ધારી નજીક રેલવે ટ્રેક પર ત્રણ સિંહ આવી ગયા, પાયલોટે સિંહને બચાવી લીધા 

અમરેલી - વેરાવળ પેસેન્જર ટ્રેન ચલાલા ધારી નજીક પહોંચતા જ ત્રણ સિંહ રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા

અમરેલી: ચલાલા ધારી નજીક રેલવે ટ્રેક પર ત્રણ સિંહ આવી ગયા, પાયલોટે સિંહને બચાવી લીધા 

અમરેલી - વેરાવળ પેસેન્જર ટ્રેન ચલાલા ધારી નજીક પહોંચતા જ ત્રણ સિંહ રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા. જોકે, લોકો પાયલોટની ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દેવામાં આવી હતી. બાદમા સિંહો ટ્રેક ઓળંગીને જતા રહ્યા હતા. જો ટ્રેન રોકાઈ ન હોત તો દુર્ઘટના સર્જાઈ હોત.

સિંહ રેલવે ટ્રેક આવી જતા ટ્રેકિંગ સહિતની કામગીરી સામે સવાલ ઉઠ્યા 

અમરેલીમાં સિંહોની સુરક્ષાનો મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. ત્રણ સિંહ આજે રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા. જોકે અમરેલી - વેરાવળ પેસેન્જર ટ્રેનને ચલાલા ધારી નજીક ઇમરજન્સી બ્રેક લગાવી રોકી દેવામાં આવી હતી. રેલ્વેના પાયલોટની સમય સૂચકતાના કારણે ત્રણ સિંહોના જીવ બચ્યા હતા. સિંહ રેલવે ટ્રેક લાઈન પર આવી ચડતા હોવાથી ટ્રેકિંગ સહિતની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

ચાલુ વર્ષે 55 સિંહોને બચાવવામાં આવ્યા - રેલવે વિભાગનો દાવો

બીજી તરફ રેલવે વિભાગ દ્વારા પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. જેમાં ચાલુ વર્ષમાં 55 સિંહોને બચાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ચાર માસ પહેલા અમરેલી જુનાગઢ જતી ટ્રેન ચલાલા-ધારી સેકશન વચ્ચે પહોંચતા રેલવે ટ્રેક પર અચાનક એક સિંહ આવી ચડયો હતો. જો કે લોકો પાયલોટ બલીરામ કુમારે ઇમરજન્સી બ્રેક લગાવી દેતા ટ્રેન 50 મીટર પહેલા જ અટકાવી દીધી હતી. 

આ સમાચાર શેર કરો