મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગારિયાધાર: ગુજરડા ગામમાં નિંદ્રાધીન આધેડ પર સિંહનો હુમલો, ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ

ભાવનગરના ગારિયાધારના ગુજરડા ગામમાં સિંહ આવી ચઢ્યો હતો. આધેડ શખ્સ પર અચાનક હુમલો કર્યો હતો. આ હુમલ

ગારિયાધાર: ગુજરડા ગામમાં નિંદ્રાધીન આધેડ પર સિંહનો હુમલો, ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ

ભાવનગરના ગારિયાધારના ગુજરડા ગામમાં સિંહ આવી ચઢ્યો હતો. આધેડ શખ્સ પર અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં આધેડ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતા અહેવાલ પ્રમાણે ઢોરના વાડાની બાહર આધેડ સૂઈ રહ્યા હતા, ત્યાં અચાનક સિંહે હુમલો કર્યો હતો. ત્યારબાદ આધેડે બૂમરાણ મચાવી હતી. લોકો દોડી આવ્યા હતા.

ગુજરડાના ગ્રામજનો હાલ ભયભીત

ગુજરડાના ગ્રામજનોમાં સિંહ મામલે ભયનો માહોલ છવાયો છે.  આધેડની તાત્કાલિકના ધોરણે ગારિયાધારમાં સારવાર કરવામાં આવી હતી, ત્યાંથી તેમને ભાવનગરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા.  

ઘટનાની જાણ વનવિભાગના કર્મચારીઓને કરવામાં આવી

ઘટનાની જાણ વનવિભાગના કર્મચારીઓને કરવામાં આવી હતી. તો બીજી તરફ વન વિભાગ દ્વારા સિંહનું લોકેશન શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડી રાત્રી સુધી વનવિભાગના અધિકારીઓ લોકેશન શોધતા હતા.

આ સમાચાર શેર કરો