મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દિલ્હીની જેમ ગુજરાતની મહિલાઓને પણ 2100 રૂપિયા અપાય, આમ આદમી પાર્ટીએ આપ્યુ આવેદનપત્ર

ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન ચાલે છે. પંચાયતથી લઈને વિધાનસભા સુધી ભાજપ રાજ કરે

દિલ્હીની જેમ ગુજરાતની મહિલાઓને પણ 2100 રૂપિયા અપાય, આમ આદમી પાર્ટીએ આપ્યુ આવેદનપત્ર

ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન ચાલે છે. પંચાયતથી લઈને વિધાનસભા સુધી ભાજપ રાજ કરે છે. આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ થઇ જવું જોઈએ પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઊંચો છે, નાગરિક સુરક્ષાની સ્થિતિ કથળતી જાય છે, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ માટે નાગરિકોએ દેવાદાર થવું પડે છે, ખેડૂતો ખેતી છોડવા માટે મજબુર થઇ રહ્યા છે, દલિતો અને આદિવાસીઓ ઉપરના અત્યાચારો વધી રહ્યા છે. ત્યારે આજે આપ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને માગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ સુરતમાં મહિલાનું રહસ્યમય મોત થતાં પરિવાર શોકમાં ગરક, મૃતકને હતો મહિનાનો ગર્ભ

દિલ્હી જેવી સુવિધા આપો

આમ આદમી પાર્ટી સુરત શહેર મહિલા પ્રમુખ નીતાબેન પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે, 'આપ' પાર્ટી બહુ નાની પાર્ટી છે પણ એમ છતાંય દિલ્લીમાં છેલ્લા દસ વર્ષમાં અનેક ક્રાંતિકારી કાર્યો કર્યા છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, જાહેર પરિવહન, વિજળી, પાણી વગેરે જેવી પાયાની જરૂરીયાતો વિનામૂલ્યે આપ્યા બાદ પણ બજેટ ફાયદામાં રહે છે. પાયાની સુવિધાઓ સિવાય અન્ય અનેક સુવિધાઓ દિલ્લીના નાગરિકોને આપવામાં આવી રહી છે. હવેથી તો દરેક મહિલાને દર મહીને 2100 રૂપિયા પણ આપવામાં આવશે.

ભાજપ વચનો પાળતું નથી

વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી લડતી વખતે ભાજપ પણ એવા વચનો આપે છે કે ભાજપ પણ મફત ગેસનો બાટલો, મહિલાઓને 2500 રૂપિયા, પ્રસુતાને 21000 રૂપિયા વગેરે જેવી સુવિધાઓ આપશે, ત્યારે ગુજરાતના લોકોને એ સવાલ થઇ રહ્યો છે કે જે ગુજરાતે ભાજપને આટલી સફળતા અપાવી એ જ ગુજરાત આજે આ બધી સુવિધાઓથી વંચિત શા માટે છે ?

આ સમાચાર શેર કરો