મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરમતી સેન્ટ્રલ જેલમાથી કેદી ફરાર, દવાખાનાના બહાને લીધી જેલ પોલીસની આબરૂ

અમદાવાદની સાબરમતી સેન્દ્રલ જેલમાંથી કેદી ફરાર થઈ ગયો છે. ઓપન જેલના દવાખાને સારવાર લ

સાબરમતી સેન્ટ્રલ જેલમાથી કેદી ફરાર, દવાખાનાના બહાને લીધી જેલ પોલીસની આબરૂ

અમદાવાદની સાબરમતી સેન્દ્રલ જેલમાંથી કેદી ફરાર થઈ ગયો છે. ઓપન જેલના દવાખાને સારવાર લેવા ગયા બાદ કેદી ફરાર થવાની ઘટનાએ પોલીસબેડાને શર્મસાર કરી છે. સાબરમતી જેલમાં આજીવન કેદની સજા પામેલ મનુજી ઠાકોર નામનો કેદી ફરાર થયો છે. મનુજી ઠાકોર હારીજમાં હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો. કેદી ફરાર થતા રાણીપ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદ પોલીસની આબરૂના ધજાગરા, પેલેડિયમ મોલ નજીક લુખ્ખા તત્ત્વોએ જાહેરમાં તલવારો વીંઝી

સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલો આરોપી બીમારીનું બહાનું બનાવીને પોલીસને ચકમો આપી ચૂક્યો છે. ઓપન જેલ દવાખાને સારવાર લેવા ગયા બાદ કેદી પોલીસ જાપ્તામાંથી ફરાર થવામાં સફળ રહ્યો છે. મનુજી ઠાકોર હારીજમાં હત્યા કેસના ગુનાની સજા ભોગવી રહ્યો હતો. 

જણાવી દઈએ કે બે દિવસ પહેલા પણ અમદાવાદ શહેરના ભદ્ર ખાતે આવેલી સિટી સેશન્સ કોર્ટના સંકુલમાંથી પોલીસ જાપ્તામાં રહેલો પાકા કામનો કેદી ફરાર થઈ જતાં વિવાદ સર્જાયો હતો. પાકા કામના કેદી વિરૂદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ હેઠળ બળાત્કારનો ગુનો નોંધાયો છે. કેસની ટ્રાયલ શરૂ થતાં તેને પોલીસ જાપ્તા સાથે રાજકોટની જેલમાંથી લાવવામાં આવ્યો હતો.  રાજકોટ જેલમાં બંધ રાધેશ્યામ ઉર્ફે ગોપાલ ઉર્ફે કુલદીપ રાજદેવની કસ્ટડી લીધી હતી. પોલીસ જાપ્તામાં રાધેશ્યામને રાજકોટથી અમદાવાદની ભદ્ર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટની મુદ્દત પૂરી થતાં તેને રાજકોટ પરત લઈ જવાની તૈયારીઓ થઈ રહી હતી ત્યારે આરોપી પોલીસને ચકમો આપી કોર્ટ પરિસરમાંથી ફરાર થઈ ગયો હતો.

આ સમાચાર શેર કરો