રાજકોટમાં ફરી લેટર બોમ્બ? ધારાસભ્ય ઉદય કાનગડ સામે ભાજપના જ નેતાઓનું ષડયંત્ર
ગુજરાતમાં શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાતી ભાજપમાં રાજકોટ સ્થાનિકમાં ભડકો

ગુજરાતમાં શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાતી ભાજપમાં રાજકોટ સ્થાનિકમાં ભડકો જોવા મળ્યો છે. રાજકોટમાં નારાજ નેતાઓએ લેટરબોમ્બ ફોડ્યો છે. જેમાં ધારાસભ્ય ઉદય કાનગડ સામે ભાજપના નારાજ નેતાઓએ ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે. ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા સામે નેતાઓની ખુલ્લી નારાજગી જોવા મળી હતી. કેટલાક નેતાઓના નામથી શહેર ભાજપ મહામંત્રી તરીકે તેમના બદલે દુષ્યંત સંપટની નિમણૂંક કરવા પત્ર લખાયો છે. લેટર બોમ્બ ફોડનાર ભાજપના નેતાઓ નિરીક્ષકોને મહામંત્રી પદ માટે ઉગ્ર રજુઆત કરશે.
ભાજપના પૂર્વ કોર્પોરેટર પોપટ ટોળીયા, ભાજપ કિસાન મોરચાના મહામંત્રી પરાગ મહેતા, શિક્ષણ સમિતિના સદસ્ય વિરમ રબારી, આઈ ટી ઇન્ચાર્જ મનોજ ગરૈયાની સહીવાળો લેટર વાયરલ થયો છે. આ પત્રમાં શહેર ભાજપના મહામંત્રી પદેથી દુષ્યંત સંપટની નિમણૂંક કરવા માટે પત્ર લખાયો છે.
ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા સામે નેતાઓની ખુલ્લી નારાજગી જોવા મળી હતી. પત્ર લખનારે અનેક આગેવાનોના નામ પૂછ્યા વિનાજ લખી નાખ્યા. આ પત્રમાં ધારાસભ્ય ઉદય કાનગડના નજીકના મનાતા પૂર્વ ડે .મેયર વલ્લભ દૂધાત્રા, કોર્પોરેટર મંજુબેન કુગશીયા સહિતના આગેવાનોના નામ લીધા છે. આ અંગે જૂનાગઢ શહેર ભાજપના મહામંત્રી અશ્વિન મોલીયાએ કહ્યું આ કોઈની સાજીસ હોઈ શકે છે.






