મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : કનકાઈ મંદિરમાં દીપડાનો આતંક, સૂતી બાળકી પર કર્યો હુમલો

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કનકાઈ મંદિરમાં દીપડાએ આતંક મચાવ્યો છે. મંદિર પરિસરમાં રસોઈનું કામ ક

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કનકાઈ મંદિરમાં દીપડાએ આતંક મચાવ્યો છે. મંદિર પરિસરમાં રસોઈનું કામ કરતા પરિવારની બાળકી પર મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ પરિવાર અગાસી પર સુતો હતો ત્યારે દીપડો અચાનક ત્યાં ચડી આવ્યો અને નિંદ્રાધીન બાળકી પર ઝપટ મારી હતી. બાળકીના રાડારાડા સાંભળી માતાએ હિંમત બતાવી દીપડાના મોઢામાંથી બાળકીને ખેંચી બચાવી લીધી હતી. બાદમાં અન્ય લોકો પણ અગાસી પર આવી જતા દીપડો ભાગી ગયો હતો. આ હુમલામાં બાળકીના માથા અને ગળાના ભાગે ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત બાળકી હાલ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે.

આ સમાચાર શેર કરો