મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

માંડવીના મુંજલાવમાં દીપડાએ ઉભો કર્યો ડર, તબેલામાં ઘુસીને મરઘાઓનો કર્યો શિકાર

સુરત જિલ્લો હવે જાણે દીપડાઓનો અભયારણ્ય બનવા જઈ રહ્યો હોય તેમ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હાલ દીપડાની ત્રાડ ગુંજી રહ

માંડવીના મુંજલાવમાં દીપડાએ ઉભો કર્યો ડર, તબેલામાં ઘુસીને મરઘાઓનો કર્યો શિકાર

સુરત જિલ્લો હવે જાણે દીપડાઓનો અભયારણ્ય બનવા જઈ રહ્યો હોય તેમ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હાલ દીપડાની ત્રાડ ગુંજી રહી છે.  શેરડીના ખેતરો પણ ખાલી થતા અને શેરડી કપાતા દીપડાઓ હવે માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના મુંજલાવ ગામે નૂર મહંમદ બરમાણિયાના તબેલામાં કેટલાક ઢોર ઢાખરો તેમજ મરઘાઓ રાખવામાં આવ્યા હતા. 

આ પણ વાંચોઃ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીના સગા-તબીબની બબાલ, સુપ્રિન્ટેન્ડેન્ટે કહ્યું- કમિટી કરશે તપાસ

તબેલામાં ઘુસ્યો દીપડો

દીપડો ગત રાત્રિના સમયે શિકારની લાલચે આવ્યો હતો. ગણતરીની સેકન્ડમાં જ મરઘાઓનો શિકાર કરી દીપડો ફરાર થઈ ગયો હતો. દીપડાની શિકારની આખી ઘટના તબેલા નજીક લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જ્યારે માંડવી તાલુકાના પીપરીયા ગામે પણ ધર્મેશભાઈ પટેલના ઘોડા બાંધવાના તબેલા નજીક એક દીપડાનું બચ્ચું શિકારની શોધમાં આટા ફેરા કરતો જોવા મળ્યું હતું. 

દીપડો કેમેરામાં કેદ

માંડવી તાલુકો તો ઠીક પરંતુ બારડોલી તાલુકાના માણેકપોરથી સ્યાદલા ગામને જોડતા રોડ ઉપર પણ કદાવર દીપડો કેમેરામાં કેદ થયો હતો. આમ વિવિધ તાલુકાઓમાં હાલ દીપડો જોવા મળતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો