મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વકીલ પુત્રને માર મારી લૂંટી લેનારાનો જાહેરમાં વરઘોડો કાઢી કાયદાના ભણાવાયા પાઠ

સુરતના રાંદેર રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ

સુરતમાં વકીલ પુત્રને માર મારી લૂંટી લેનારાનો જાહેરમાં વરઘોડો કાઢી કાયદાના ભણાવાયા પાઠ

સુરતના રાંદેર રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુક ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરીને પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી. ફક્ત એટલું જ નહીં આરોપીઓએ તેનો વીડિયો પણ ઉતાર્યો હતો અને પાંચ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા. આ કેસમાં પકડાયેલા આરોપીઓનો જાહેરમાં પોલીસે વરઘોડો કાઢ્યો હતો.

કાર સળગાવવાની ધમકી આપેલી

ઘટના બાદ જ્યારે પૃથ્વીરાજ કારમાં બેસી રહ્યો હતો. ત્યારે આરોપીઓએ કહ્યું કે, લાવ કારને સળગાવી દઈએ અને આને મારી નાખીએ. આ ઘટનાની જાણ થતા જ સરકારી વકીલ પુત્ર સાથે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતા. પોલીસે ફરિયાદ મોડેથી દાખલ કરી હતી. જેને લઈને પણ વકીલ મંડળમાં નારાજગી હતી. આ દરમિયાન પોલીસકર્મી એ જ સરકારી વકીલને કહ્યું હતું કે, આ લોકો બહુ માથા ભારે છે તમે ફરિયાદ કરશો તો ભારે પડશે.

3 આરોપીને ઝડપી લેવાયા

પોલીસે સમગ્ર પ્રકરણમાં 3 આરોપીને ઝડપી લીધા હતાં. આ આરોપીઓની છાપ આ વિસ્તારમાં માથાભારેની હતી. જેથી પોલીસે આ તત્ત્વોની સાન ઠેકાણે લાવવા માટે ત્રણેય આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો. સાથે જ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રી-કન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો