Banaskantha news: પાલનપુર કોર્ટને અન્ય જગ્યાએ ખસેડવાની હિલચાલથી વકીલ આલમમાં રોષ
પાલનપુર ખાતેની જિલ્લા અદાલત જગાણા ખસેડવાની હિલચાલ મામલે બનાસકાંઠાના પાલનપુર વક

પાલનપુર ખાતેની જિલ્લા અદાલત જગાણા ખસેડવાની હિલચાલ મામલે બનાસકાંઠાના પાલનપુર વકીલ મંડળના સભ્યોએ કલેકટરને રજૂઆત કરી છે. મંડળે કહ્યું છે કે જો જગાણા ખાતે જિલ્લા અદાલત ખસેડવામાં આવશે તો પક્ષકારોનું આર્થિક ભારણ વધશે અને તેઓએ ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.
દૈનિક 3 હજાર જેટલા પક્ષકારો પર આર્થિક બોજો વધશે
પાલનપુર ખાતે જોરાવરનગર પેલેસ સંકુલમાં આવેલી કોર્ટને શહેરના છેડે જગાણા ખાતે ખસેડવાની હિલચાલ કરતા વકીલ આલમમાં રોષ વ્યાપ્યો છે. આ અંગે બનાસકાંઠાના પાલનપુર વકીલ મંડળના સભ્યોએ કલેકટરને રજૂઆત પણ કરી છે અને કહ્યું છે કે જો જગાણા ખાતે જિલ્લા અદાલત ખસેડવામાં આવશે તો પક્ષકારોનું આર્થિક ભારણ વધશે અને વકીલોને પણ દરરોજ સરકારી કામો માટે 10 કિમી દૂર જગાણાનો લાંબો ફેરો ખાવાનો વારો આવશે, જે વકીલોને પોસાય તેમ નથી. દૈનિક 3 હજાર જેટલા પક્ષકારો પર આર્થિક બોજો વધશે.
ગાંધીનગર ખાતે આંદોલનની ચીમકી
વકીલ મંડળે વધુમાં કહ્યું હતું કે, અમે તન, મન અને ધનથી લોકોના હિતમાં કાર્ય કરતા આવ્યા છીએ. આ વિષયનો સૌના હિતમાં નિર્ણય નહીં આવે તો આવનાર સમયમાં ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.






