મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જેલમાં પણ મોંઘા જૂતા-કપડા પહેરે છે લોરેન્સ બિશ્નોઇ! ગેન્ગસ્ટરના ભાઇનો દાવો- દર વર્ષે 40 લાખ થાય છે ખર્ચ

બાબા સિદ્દીકીની હત્યા બાદ ફરી એક વખત દેશમાં લોરેન્સ બિશ્નોઇના નામની ચર્ચા છે. લોરેન્સ બ

જેલમાં પણ મોંઘા જૂતા-કપડા પહેરે છે લોરેન્સ બિશ્નોઇ! ગેન્ગસ્ટરના ભાઇનો દાવો- દર વર્ષે 40 લાખ થાય છે ખર્ચ

બાબા સિદ્દીકીની હત્યા બાદ ફરી એક વખત દેશમાં લોરેન્સ બિશ્નોઇના નામની ચર્ચા છે. લોરેન્સ બિશ્નોઇના ભાઇએ ખુલાસો કર્યો કે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇની દેખરેખ પાછળ તેનો પરિવાર દર વર્ષે 35થી 40 લાખ રૂપિયા ખર્ચ કરે છે. એક રિપોર્ટ અનુસાર 50 વર્ષીય રમેશ બિશ્નોઇએ એમ પણ કહ્યું કે પરિવારે ક્યારેય વિચાર્યું નહતું કે તે ગુનેગાર બની જશે.

પરિવાર પાસે 100 એકર કરતા વધુ જમીન

રિપોર્ટ અનુસાર લોરેન્સ બિશ્નોઇના ભાઇ રમેશ બિશ્નોઇએ જણાવ્યું, "અમે હંમેશાથી અમીર રહ્યાં છીએ. લોરેન્સના પિતા હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ હતા અને ગામમાં 110 એકર જમીન છે. લોરેન્સ હંમેશા મોંઘા કપડા અને જૂતા પહેરતો હતો. હજુ પણ પરિવાર જેલમાં તેની પાછળ વાર્ષિક 35-40 લાખ રૂપિયા ખર્ચ કરે છે."

NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ ગેન્ગે લીધી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સલમાન ખાન સાથે મિત્રતાને કારણે તેની હત્યા કરવામાં આવી છે. જોકે, પોલીસ આ હત્યામાં લોરેન્સ બિશ્નોઇની સંડોવણીની તપાસ કરી રહી છે.

કેનેડાની પોલીસે પણ લગાવ્યો આરોપ

કેનેડાની પોલીસે પણ આરોપ લગાવ્યો હતો કે લોરેન્સ બિશ્નોઇ ગેન્ગ ભારત સરકારના એજન્ટો સાથે મળીને દેશમાં હિંસક ગતિવિધિ ચલાવી રહી છે, જેનું ભારતે ખંડન કર્યું છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકીની હત્યામાં સામેલ હુમલાખોરોને પકડવા માટે પોલીસ દરોડા પાડી રહી છે.

લોરેન્સ બિશ્નોઇ 2014માં રાજસ્થાનના સાલાસર બાલાજી મંદિરના પ્રવાસ દરમિયાન પોલીસ ગોળીબાર બાદથી જેલમાં બંધ છે. લોરેન્સ બિશ્નોઇ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. ગુજરાત ATS અને NIA કેટલાક કેસમાં તેના વિરૂદ્ધ તપાસ કરી રીહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે ઓગસ્ટ 2023માં આદેશ જાહેર કરી લોરેન્સ બિશ્નોઇને કોઇ પણ ઉદ્દેશ્યની પરવાહ વગર જેલમાંથી બહાર લઇ જવા પર રોક લગાવી દીધી હતી.

આ સમાચાર શેર કરો