મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી, 30 દિવસમાં 5 હત્યા અને જાહેરમાં ફાયરિંગની ઘટનાઓ

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું સામે આવ્યું છે. છેલ્લા 30 દિવસમાં 5 હત

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી, 30 દિવસમાં 5 હત્યા અને જાહેરમાં ફાયરિંગની ઘટનાઓ

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું સામે આવ્યું છે. છેલ્લા 30 દિવસમાં 5 હત્યા, દુષ્કર્મ અને જાહેરમાં ફાયરિંગની ઘટનાઓ બની છે. જિલ્લામાં લોકોની સલામતીના પણ પ્રશ્નો ઉઠ્યા છે, તો બીજી તરફ જિલ્લા પોલીસની પોલીસ કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. છેલ્લા ઘણા સમયથી વધેલી ગુનાખોરીના કારણે ગુનેગારોમાં જાણે  ખાખીનો ખોફ ઘટી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે.

પાટડી તાલુકાના પીપળી ગામે ફાયરિંગની ઘટના સામે આવી

 થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળી ગામે એક જ જ્ઞાાતીના બે વ્યક્તિઓ સામસામે કાર લઈ આવી જતા બોલાચાલી થઈ હતી. જેમાં શખ્સે ફાયરિંગ કરતા યુવકને ઈજાઓ ૫હોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. 

સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં જુગાર રમતા 6 લોકો ઝડપાયા

સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી પાસે જુગાર રમતી ૩ મહિલાઓ સહિત ૬ શખ્સોને રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી પાસે પોલીસે દરોડો કરી છ શખ્સને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: માતા-પુત્રનો આપઘાતનો મામલો, પોલીસકર્મી પતિ, સસરા, સાસુની ધરપકડ

જોરાવરનગરમાં પાન પાર્લરના માલિક પર ફાયરિંગ

 સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરના મુખ્ય બજારમાં મયુર પાન પાર્લરના માલિક પર ગત મહિને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પાર્લરના માલિક જીતુ ગોહિલ પર ફાયરિંગ શરૂ કરી દીધું. ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં જીતુ ગોહિલને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

થાનમાં સગીરાનું અપહરણ કરીને 8 શખ્સોએ આચર્યું હતું દુષ્કર્મ

સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આઠ શખસોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

લખતરમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ

સુરેન્દ્રનગરના લખતરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે.  અંગત અદાવતમાં જાહેરમાં 03 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું  છે. ભરતસિંહ નામના આદરને ફાયરિંગ દરમિયાન ગોળી વાગી હતી. શખ્સને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં  સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

યુવકની હત્યા કરી બીજા માળેથી ફેંકી દેવાનો આક્ષેપ 

ચંદન પરમાર નામના યુવકની હત્યા કરી બીજા માળેથી ફેંકી દેવામાં આવ્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાઇ ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર કરવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો.

આ સમાચાર શેર કરો