હળવદમાં મોડી રાત્રે ગોળીબાર: ખંડણીખોરોએ વેર વાળવા ફાયરિંગ કર્યાની આશંકા
હળવદ: મોરબીના હળવદ શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સ

હળવદ: મોરબીના હળવદ શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે. શહેરના સરકારી આવાસ પાસે આવેલી ગૌશાળા નજીક અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ, આ હુમલો અગાઉ નોંધાયેલી ખંડણીની ફરિયાદના વેરને રાખીને કરવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
શું છે હુમલા પાછળનું કારણ?
થોડા દિવસો પહેલા હળવદમાં રહેતા ફિરોઝ સંધી નામના વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફિરોઝ સંધીના જણાવ્યા મુજબ, ધાંગધ્રાના બે ઈસમોએ તેમને બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી અને તેમની પાસે 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આ મામલે ફિરોઝે હિંમત બતાવી પોલીસ ફરિયાદ નોંધાવતા, આરોપીઓ ઉશ્કેરાયા હતા અને તે જ વેર રાખીને આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું મનાય છે.
મોડી રાત્રે પોલીસનો કાફલો ઘટનાસ્થળે
ફાયરિંગના અવાજથી આસપાસના વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકઠા કરવાની તજવીજ હાથ ધરી છે.
આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન
ફાયરિંગ કરીને નાસી છૂટેલા ઈસમોને ઝડપી લેવા માટે પોલીસે નાકાબંધી કરી તપાસ તેજ કરી છે. જોકે, આ ફાયરિંગ કોણે કર્યું અને તેમાં ધાંગધ્રાના એ બે ઈસમોની જ સંડોવણી છે કે કેમ, તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.








