ગોધરામાં શંકાસ્પદ ખાદ્ય તેલનો મોટો જથ્થો ઝડપાયો, રજીસ્ટ્રેશન વગરની બ્રાન્ડના મળ્યા ડબ્બા
ગોધરામાં શાકાસ્પદ ખાદ્ય તેલનો મોટો જથ્થો ઝડપાયો. ટેમ્પામાંથી સગેવ

ગોધરામાં શાકાસ્પદ ખાદ્ય તેલનો મોટો જથ્થો ઝડપાયો. ટેમ્પામાંથી સગેવાગે કરાતો સજીસ્ટ્રશન થયા વગરની બ્રાન્ડનો 125 જેટલા ડબ્બા ભરેલો અખાદ્ય તેલનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
ગોધરામાં બી ડિવિઝન પોલીસે અખાદ્ય તેલનો સૌથી મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ટેમ્પામાંથી સગેવગે કરાતો અખાદ્ય તેલનો મોટો જથ્થો ઝડપાયો. પોલીસે રજીસ્ટ્રેશન થયા વગરની બ્રાન્ડ્સ માધવ અને મેટ્રો રિફાઈન્ડ સોયાબીન બ્રાન્ડના તેલના જથ્થા મળી આવ્યા હતા. જેમાં માધવ બ્રાન્ડના કુલ 15 કિલોના 25 ડબ્બા અને મેટ્રો રિફાઈન્ડ સોયાબીન બ્રાન્ડના 100 ડબ્બા એમ મળીને કુલ 3,12,000ની કિમતનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
સમગ્ર મામલામાં પોલીસ દ્વારા એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. તેની પાસેથી મળી આવેલા બિલમાં પણ આ જથ્થાનો કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નથી. પોલીસ દ્વારા તમામ જથ્થામાંથી ફુડ એન્ડ ડ્રગ વિભાગને બોલાવી સેમ્પલ લેવડાવવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.






