મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલ: ગોધરા શહેર ભાજપ પ્રમુખની ગાડીમાંથી સાયરન હટાવાયું

પંચમહાલના ગોધરામાં જીએસટીના અહેવાલની ધારદાર અસર જોવા મળી. ગોધરા પાલિકા પ્રમુખ જયેશ ચૌહાણની સરકા

પંચમહાલ: ગોધરા શહેર ભાજપ પ્રમુખની ગાડીમાંથી સાયરન હટાવાયું

પંચમહાલના ગોધરામાં જીએસટીના અહેવાલની ધારદાર અસર જોવા મળી. ગોધરા પાલિકા પ્રમુખ જયેશ ચૌહાણની સરકારી કાર પર સાયરન હટાવવામાં આવ્યું છે. પાલિકા પ્રમુખને આખરે ભૂલનુ ભાન થતા જ સરકારી કારથી સાયરન દૂર કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત પંચમહાલ આરટીઓ અધિકારીએ આ અંગે આપ્યા તપાસના આદેશ સોંપ્યા છે. નિયમ વિરૂધ્ધ હશે તો કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે આમ તો સાયરન ઈમરજન્સી વાહનો પર જ લાગાડવાનો નિયમ હોવા છતાં પદાધિકારીઓ સરકારી ગાડીઓ પર સાયરન લગાવી રહ્યા છે.  સરકાર વીઆઇપી કલ્ચર દૂર કરવાના વિરોધમાં હોવા છતા પદાધિકારીઓ તેની અમલવારી કરતા નથી  સવાલો ઉઠ્યા હતા.

આ સમાચાર શેર કરો