VIDEO: કડીમાં ગટરના ઢાંકણા ચોરવાની ઘટના CCTVમાં કેદ
મહેસાણા જિલ્લાના કડીમાં એક વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે. જી હા.. સોના-ચાંદી નહીં કે ન

મહેસાણા જિલ્લાના કડીમાં એક વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે. જી હા.. સોના-ચાંદી નહીં કે ન તો રૂપિયા. આ ચોરી જરા જુદા પ્રકારની છે. ગટરના ઢાંકણા ચોરવાની ઘટના ઘણા સમયથી બની રહી હતી. પરંતુ આ લોખંડના ઢાંકણા ચોરવાની અને ચોર બન્ને સીસીટીવીમાં આબાદ રીતે ઝડપાઈ ગયા હતા.
કડી શહેરમાં નવા અંડરબ્રિજ બહાર આવેલા એક કોમ્પલેક્સમાં કચરો વીણવાવાળા શખ્સે ગટરનું ઢાંકણ ચોર્યું હતું. ગટરનું ઢાંકણું ઉઠાવવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. લોખંડનું મોટું ઢાંકણું શખ્સ ચોરી ગટરને ખુલ્લી મૂકી શખ્સ ત્યાંથી પલાયન થઈ ગયો હતો. જો કે, ખુલ્લી ગટરમાં જો કોઈ દુર્ઘટના બનશે તે અંગે લોકોમાં ભય છે.




