VIDEO: યુવક-યુવતી ભાગી જતા ગોધરાના નસિરપુર ગામે યુવકનું ઘર સળગાવાયું
Godhra: પંચમહાલ જિલ્લાનો ગોધરા તાલુકાના ખોબા જેવડાં નસી

Godhra: પંચમહાલ જિલ્લાનો ગોધરા તાલુકાના ખોબા જેવડાં નસીરપુર ગામની ચકચારી ઘટના સામે આવી છે. આ નસીરપુર ગામમાંથી યુવક-યુવતી ભાગી જવાના અદાવતમાં મકાનોને આગચંપી કરવામાં આવી હતી.
યુવતીના પરિવારજનો અને સગાઓએ ખોજલવાસા ગામના ગામલોકોએ યુવકના ગામમાં જઈ હોબાળો મચાવીને ઘરને આગને હવાલે કરી દીધું હતું. જેના લીધે નાનકડા નસીરપુર ગામમાં ભયનો માહોલ છવાયો હતો. બનાવની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ બનાવમાં એક વૃદ્ધાને માથાને ભાગે ઈજાઓ થતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બનાવની ગંભીરતાને જોતા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડે તાબડતોબ આગને કાબૂમાં લીધી હતી.




