કઈ રીતે ભણશે ગુજરાત? સુરેન્દ્રનગરની 46 સરકારી શાળાઓના ભૂલકાઓ ખુલ્લામાં ભણવા મજબૂર
રાજ્યમાં ભણે ગુજરાત અને આગળ વધશે ગુજરાતની ફક્ત વાતો જ સામે આવી છે. સુરેન્દ્રનગર જિ

રાજ્યમાં ભણે ગુજરાત અને આગળ વધશે ગુજરાતની ફક્ત વાતો જ સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં માધ્યમિક શાળાઓમાં બિલ્ડીંગની સૌથી મોટી અછત જોવા મળી હતી. મળતા અહેવાલ પ્રમાણે 81 સરકારી માધ્યમિક શાળાઓ પણ 46 શાળાઓ પાસે વિદ્યાર્થીઓને બેસાડવા માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જ નથી.
બાળકો ખુલ્લી જગ્યાઓમાં ભણવા મજબૂર
હાલ માધ્યમિક શાળાના બાળકો ખુલ્લી જગ્યાઓમાં અથવા પ્રાથમિક શાળાની બિલ્ડીંગમાં અને અન્ય સરકારી બિલ્ડીંગોમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
કરોડોનો ખર્ચ પરંતુ સરકારી માધ્યમિક શાળાઓ પાસે પૂરતી બિલ્ડીંગ જ નથી
શિક્ષણ વિભાગ પાછળ કરોડોનો ખર્ચ પરંતુ સરકારી માધ્યમિક શાળાઓ પાસે પૂરતી બિલ્ડીંગ જ નથી. અમુક ગામોમાં નવા બિલ્ડીંગો પાસ થયા પણ ત્યાં દબાણ હોવાના કારણે નવું બિલ્ડીંગો નિર્માણ ન થઈ શક્યા હોવાનો શિક્ષણ વિભાગનો દાવો કરવામાં આવ્યો છે.






