અમદાવાદમાં ભેખડ ધસી પડતાં થયું હતું મજૂરનું મોત, કંપનીના કોન્ટ્રાકટર સામે નોંધાઈ ફરિયાદ
થોડા દિવસ પહેલા શહેરના નિકોલ વિસ્તારના મનમોહન પાર્ક નજીક નિર્માણાધીન સાઇટ

થોડા દિવસ પહેલા શહેરના નિકોલ વિસ્તારના મનમોહન પાર્ક નજીક નિર્માણાધીન સાઇટ પાસે ભેખડ ધસી પડતાં બે મજૂરો દટાયા હતા. જેમાંથી એકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હાલ કંપનીના કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
અમદાવાદના નિકોલ સ્થિત મનમોહન પાર્ક વિસ્તારમાં નિર્માણાધીન સાઇટ પાસે થોડા દિવસ અગાઉ એક દુર્ઘટના બની હતી. જેમાં ભેખડ ધસી પડતાં બે મજૂરો તેની નીચે દટાયા હતા. બનાવની જાણ ફાયર વિભાગને કરતાં ઘટના સ્થળેથી ભેખડ નીચે દટાયેલા બન્ને શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી એક મજૂરનું મોત નીપજ્યું હતું જ્યારે અન્યને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ઓઢવ પોલીસ SH કંપનીના કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. સલામતીના સાધનો વગર કરવામાં આવતું હતું જેના પગલે એક મજૂરનો જીવ ગયો. પોલીસ દ્વારા શકીલ જાટુ અને સમીર જાટુ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.






