મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : કુવાડવા રોડ પોલીસ પર આક્ષેપ, વૃદ્ધને માર મારતા બ્રેઈન હેમરેજ થયું, લીવર ફાટી ગયું, 6 દિવસની સારવાર બાદ થયું મોત

Rajkot News : રાજકોટની કુવાડવા પોલીસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. 17 વર્ષના સગીરની હત્યાને હાર્ટએટેકમાં ખપાવવાના પ્રયા

VIDEO : કુવાડવા રોડ પોલીસ પર આક્ષેપ, વૃદ્ધને માર મારતા બ્રેઈન હેમરેજ થયું, લીવર ફાટી ગયું, 6 દિવસની સારવાર બાદ થયું મોત

Rajkot News : રાજકોટની કુવાડવા પોલીસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. 17 વર્ષના સગીરની હત્યાને હાર્ટએટેકમાં ખપાવવાના પ્રયાસ બાદ હવે આવો જ વધુ એક કેસ સામે આવ્યો છે. કુવાડવા પોલીસ પર આક્ષેપ લાગ્યા છે કે વૃદ્ધને માર મારી જંગલમાં ફેંકી દીધા હતા. મૃતકના પુત્ર ફરિયાદ લખાવવા જતા પોલીસે ફરિયાદ નોંધી ન હતી. આખરે હાઇકોર્ટે કુવાડવા પોલીસને કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.

12 એપ્રિલના રોજ બની હતી ઘટના 

સમગ્ર ઘટના અંગે માહિતી આપતા વેલનાથ પરામાં રહેતા મૃતકના પુત્ર આનંદ સીતાપરાએ કહ્યું કે તેના  વૃદ્ધ અમરશીભાઈ સીતાપરા ગત 12 એપ્રિલના રોજ ગૌરીદળ ગામે સિક્યુરિટીની નોકરીમાં ગયા હતા, એ સ્થળે કથા-સપ્તાહનું આયોજન હતું. સ્થળ પર તેના પિતાનો ઝઘડો થતાં સિક્યુરિટી સુપરવાઇઝર ભોલારામ દ્વારા 100 નંબર ડાયલ કરી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો.

પોલીસે મારા પિતાને માર મારીને જંગલમાં નાખી દીધા - પુત્રના આક્ષેપ 

મૃતકના પુત્ર આનંદ સીતાપરાએ કહ્યું કે કુવાડવા પોલીસ તેમને ત્યાંથી ઉપાડી ગઈ હતી અને માર મારીને જંગલમાં ફેંકી દીધા હતા. ત્યાંથી પસાર થતા રાહદારીઓએ તેમના ફોનમાંથી પુત્રને ફોન કરીને કહ્યું કે તેના પિતા બેભાન અવસ્થામાં પડ્યા છે. મૃતકના પુત્રએ ઘટના સ્થળે પહોંચી પિતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. 

પોલીસના મારથી બ્રેઈન હેમરેજ થયું, લીવર ફાટી ગયું, 6 દિવસની સારવાર બાદ મોત

મૃતકના પુત્ર આનંદ સીતાપરાએ કહ્યું કે સારવાર દરમિયાન ભાનમાં આવ્યા બાદ પિતાએ તેને કહ્યું હતું કે પોલીસે તેમને એવો માર માર્યો છે. પુત્રએ કહ્યું કે પોલીસના મારથી તેના પિતાને હેમરેજ થયું, લીવર ફાટી ગયું હતું અને પડખામાં ઇજા થઈ હતી. 6 દિવસની સારવાર બાદ 18 એપ્રિલે  ભોગ બનનાર અમરશીભાઈ સીતાપરાનું મોત થયું હતું. 

પોલીસે ફરિયાદ ન લેતા હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા 

આ ઘટનામાં મૃતક અમરશીભાઈ સીતાપરાના પુત્ર આનંદની પોલીસે ફરિયાદ  ન લેતા આખરે પરિવારે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જ્યાં હાઇકોર્ટે કથિત કસ્ટોડિયલ ડેથ મામલે 4 અઠવાડિયામાં તપાસ કરી પગલાં લેવા સૂચના આપી છે. 

આ સમાચાર શેર કરો