Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : VIDEO: Fire team rescues 10 trapped in salt factory in Kadol village of Bhachau

VIDEO: ભચાઉના કડોલ ગામમાં મીઠાના કારખાનામાં ફસાયેલા 10ને ફાયરની ટીમે બચાવ્યા

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કડોલ ગામમાં મીઠાના કારખાનામાં ફસાયેલા 10 લોકોને ફાયર ટીમે 10 કલાકથી વધુ સમય લગાવીને સફળતાપૂર્વક બચાવી લીધા છે. બે દિવસ પહેલા રાત્રે 112 નંબર પર એક ઈમરજન્સી કોલ આવ્યો કે ભચાઉ તાલુકાના કડોલ ગામમાં મીઠાના કારખાનામાં 10 લોકો ભારે વરસાદના કારણે ફસાયેલા છે.

App Store

10 લોકોને ફાયરની ટીમે સફળતા પૂર્વક બચાવ્યા

આ લોકો પાણીના પ્રવાહ વચ્ચે એક રૂમની ઉપર પતરાં પર બે દિવસથી અટવાયેલા હતા, અને બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ત્યાં પહોંચતાં જોયું કે ચારે બાજુ પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે રસ્તો શોધવો અશક્ય બન્યું હતું. ફાયર ટીમે 10 કલાકથી વધુ સમય સુધી સતત પ્રયાસો કર્યા અને બોટની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું.