VIDEO: ભુજમાં એશિયાડ સર્કસ દ્વારા ફાયર NOC લીધા વગર છેલ્લા ૧૦ દિવસથી શો ચલાવવામાં આવતા વહીવટી તંત્રની પોલ ખુલી
સોર્સ : GSTV
ભુજમાં એશિયાડ સર્કસ દ્વારા ફાયર NOC લીધા વગર છેલ્લા ૧૦ દિવસથી શો ચલાવવામાં આવતા વહીવટી તંત્રની પોલ ખુલી ગઈ છે. ખાસ વાત એ છે કે, ૨૩ મેના રોજ યોજાયેલા સર્કસના ઉદ્ઘાટનમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને પાલિકા પ્રમુખ શીતલ શાહ જેવા જવાબદાર હોદ્દેદારો પોતે હાજર રહ્યા હતા, છતાં તંત્રને NOCની જાણ ન થઈ તે મોટી બેદરકારી છે. મીડિયાના અહેવાલો બાદ જાગેલા ફાયર વિભાગે હવે માલિકને નોટિસ આપી બચાવનો પ્રયાસ કર્યો છે. રિજનલ ફાયર ઓફિસર સચિન પરમારે NOC ન હોવાનું સ્વીકારી કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે જો આ દરમિયાન કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ ગણાત? સત્તાધીશોની આવી લાપરવાહી ભુજની સુરક્ષા સામે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

