Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : collision between Bolero car and a truck near Nandgam

Kutch: નંદગામ નજીક બોલેરો ગાડી અને ટ્રક વચ્ચે થઈ ધડાકાભેર ટક્કર, 2ના મોત

Timeછેલ્લું અપડેટ : 03 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Kutch: નંદગામ નજીક બોલેરો ગાડી અને ટ્રક વચ્ચે થઈ ધડાકાભેર ટક્કર, 2ના મોત
સોર્સ : GSTV

કચ્છના ભચાઉ તાલુકાના નંદગામ નજીક આજે સવારે એક અત્યંત ભયંકર અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. એક બોલેરો ગાડી અને ટ્રક વચ્ચે થયેલી આ ધડાકાભેર ટક્કર એટલી ભીષણ હતી કે હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી પણ સામે આવી છે. 

App Store

નંદગામ નજીક અકસ્માત 

પ્રાથમિક માહિતી અનુસાર, નંદગામ નજીક હાઇવે પરથી પસાર થઈ રહેલી એક બોલેરો ગાડી અને સામેથી આવી રહેલી ટ્રક વચ્ચે અચાનક સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતને પગલે બંને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.

અકસ્માતને પગલે ટ્રાફિકજામ

અકસ્માતને પગલે હાઇવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ભચાઉ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે તપાસ શરૂ કરી 

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સૌ પ્રથમ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ, ટ્રાફિકજામને હળવો કરવા અને વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવા માટેની કામગીરી શરૂ કરી હતી. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ કરૂણ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.