Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Blast on ship near jetty in Kandla, 21 crew members rescued

VIDEO: કંડલામાં જેટી નજીક જહાજમાં ઓઈલ ટેન્કમાં બ્લાસ્ટ, 21 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2025
લાઇવ ટીવીGoogle News

કંડલાના દિનદયાળ બંદરની જેટી નજીક મોટી દુર્ઘટના સર્જાઇ છે. કંડલાના  દિનદયાળ બંદરની જેટી નજીક કેમિકલ ખાલી કરી જઈ રહેલા જહાજમાં વિસ્ફોટ થતાં આગ લાગી છે. જહાજમાં ઓઇલની ટેન્ક ફાટતાં જહાજ એક તરફ નમી ગયું હતું, ખૂબ પ્રયત્ન કરવા છતાં આ જહાજ સીધું થઇ શક્યું ન હતું. દુર્ઘટનાની જાણ થતાં કોસ્ટ ગાર્ડ અને પોર્ટ તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. જહાજમાં સવાર 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત છે. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. 

App Store

પ્રાપ્ત માહિતી અનુસાર કંડલાના દિન દયાળ પોર્ટ પરથી કેમિકલ ખાલી કરીને જહાજ આઉટર તુણા બોય તરફ જઇ રહ્યું હતું. આ દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતાં પોર્ટ તંત્ર અને કોસ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જહાજમાં સવાર 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લીધા હતા. જોકે જહાજમાં બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી. હોંગકોંગના આ જહાજની દુર્ઘટના અંગે વધુ તપાસ હાથ ધરાશે.