મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kutch: સુરજબારી નજીક ચાલુ બસમાં ભીષણ આગ, સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ

ગત મોડી રાત્રે કચ્છના સુરજબારી-સામખીયારી નેશનલ હાઇવે પર એક મોટી દુર્ઘટના ટળતાં તંત્રે રાહતનો

Kutch: સુરજબારી નજીક ચાલુ બસમાં ભીષણ આગ, સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ

ગત મોડી રાત્રે કચ્છના સુરજબારી-સામખીયારી નેશનલ હાઇવે પર એક મોટી દુર્ઘટના ટળતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. સુરજબારી નજીક શિકારપુર ચોકડી પાસે એક ખાનગી પેસેન્જર બસમાં અચાનક આગ લાગી હતી.

મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે હાઇવે પરથી પસાર થતી આ ખાનગી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે, બસના ડ્રાઇવર અને કંડક્ટરની સમયસૂચકતા અને તત્કાળ પગલાંને કારણે બસમાં સવાર તમામ મુસાફરોને સમયસર નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. જેના પરિણામે કોઈ જાનહાનિ થઈ ન હતી.

જોકે, આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદભાગ્યે, મુસાફરોને સમયસર ઉતારી દેવાતા એક મોટી જાનહાનિ ટળી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. હાઇવે પર આ ઘટનાને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

આ સમાચાર શેર કરો