મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોડે મોડે કોંગ્રેસ જાગી, સુરતમાં કુંભાણી, હોસ્ટાઈલ સમર્થક સહિત ચૂંટણી અધિકારી સામે ગુનો દાખલ કરવા અરજી

સુરત લોકસભા બેઠક ભાજપે ચૂંટણી પહેલા જ ઝૂંટવી લીધી છે. ત્યારે ફોર્મ રદ

મોડે મોડે કોંગ્રેસ જાગી, સુરતમાં કુંભાણી, હોસ્ટાઈલ સમર્થક સહિત ચૂંટણી અધિકારી સામે ગુનો દાખલ કરવા અરજી

સુરત લોકસભા બેઠક ભાજપે ચૂંટણી પહેલા જ ઝૂંટવી લીધી છે. ત્યારે ફોર્મ રદ્દ થવા પર કોંગ્રેસમાં થયેલા ડ્રામાને લઈને ચૂંટણી કમિશને તો સૂઓમોટો નહોતો લીધો પરંતુ હવે કોંગ્રેસ મોડે મોડે જાગી હોય તેવું સામે આવ્યું છે. મતદાનના એક દિવસ અગાઉ જ કોંગ્રેસના નેતા દ્વારા વકીલ મારફતે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. જેમાં ફોર્મ રદ્દ કરાવવામાં મહત્વની ભૂમિકા જેની છે તેવા ઉમેદવાર નિલેશ કુંભાણી, હોસ્ટાઈલ થયેલા ડમી ઉમેદવાર અને સમર્થકો સહિત ચૂંટણી અધિકારી સામે ગુનો નોંધવા પોલીસ કમિશનરમાં અરજી કરવામાં આવી છે. ત્યારે પોલીસ કમિશનરે કહ્યું કે, અરજી મળી છે. યોગ્ય તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

ફરિયાદ દાખલ કરવા માગ

સુરત લોકસભાના પૂર્વ કોંગ્રેસના ટેકેદારો સામે ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી છે. પોલીસ કમિશનરને કોંગ્રેસ નેતા અશોક પીંપળે દ્વારા વકીલ ઝમીર શેખ મારફતે અરજી કરવામાં આવી છે. જેમાં નિલેશ કુંભાણીના ટેકેદારો અને કલેકટર સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરાઈ છે. કોંગ્રેસના કાર્યકર્તાએ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવા માગ કરી છે. જેમાં નિલેશ કુંભાણીના ટેકેદારોની સહી ન હોવાના એફિડેવિટ કરતા ફોર્મ રદ થયું હતું. 

સુપ્રીમ સુધી લડી લેવાશે

વકીલ ઝમીર શેખએ કહ્યું કે, ટેકેદારોની ફોર્મમાં પોતાની જ સહી હતી. ટેકેદારોએ ડે.કલેકટર પાસેથી ફોર્મની સહીના પ્રમાણ પત્ર લીધા હતા. એક ડે. કલેકટર ફોર્મની ખરાઈ કરે અને કલેકટર ફોર્મ રદ્દ કરે છે. સુરત પોલીસ કમિશનર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.  ચુંટણી અધિકારી સામે ફોજદારી ગુન્હો દાખલ કરવા અરજી કરી છે. ભારતમા લોકસભાની ચુંટણીમા કોંગ્રેસના ઉમેદવારોનુ ફોર્મ રદ્દ થવાના બે કિસ્સા છે. જે આવનારા સમયમા ચૂંટણી પ્રક્રિયાને બદલવા મજબૂર કરશે. આ બંને કેસ છેક સુપ્રીમ સુધી જશે.

આ સમાચાર શેર કરો