મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ગોતામાં ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન, 250 રજવાડાઓને મહાસંમેલનનું આમંત્રણ

અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળી રહ્યું છે.ભાવનગરના મહારાજાના અધ્યક્ષસ્થાને રજવાડાઓનુ

અમદાવાદ: ગોતામાં ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન, 250 રજવાડાઓને મહાસંમેલનનું આમંત્રણ

અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળી રહ્યું છે.ભાવનગરના મહારાજાના અધ્યક્ષસ્થાને રજવાડાઓનું સંમેલન યોજાશે. ગુજરાતના 250 રજવાડાઓને આ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સંમેલનમાં પાંચ હજાર લોકો હાજર રહે તેવી શક્યતા છે.

સંમેલનમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે વરણી  કરાશે

ગોતા વિસ્તારમાં આવેલા હરેન્દ્રસિંહ સરવૈયા રાજપૂત ભવનમાં આ સંમેલન યોજાશે. આ સંમેલનમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવશે. સંમેલનમાં સમાજનું કલ્યાણ થાય તે હેતુથી મંચની રચના કરવામાં આવશે.

ગુજરાતના 250 રજવાડાઓ આમંત્રણ

ભાવનગર સ્ટેટના વર્તમાન મહારાજાની તાજપોશી કરવામાં આવશે. સમાજને મજબૂત કરવામાં આવેલા ઈરાદાથી યોજાનારા સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષોમાં સામેલ સમાજના અગ્રણીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો