અમદાવાદ : કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયેલા આરોપીને પોલીસે વસ્ત્રાપુરથી ઝડપી પાડ્યો
અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયેલા બળાત્કારના આરોપીને પોલીસે વસ્ત્

અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયેલા બળાત્કારના આરોપીને પોલીસે વસ્ત્રાપુરથી ઝડપી પાડ્યો છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી ફરાર થયેલા બળાત્કારના આરોપીને ઝડપી પાડવા પોલીસની 5 ટીમો કામે લાગી હતી.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી ફરાર થયો
અમદાવાદના હાથીજણ પાસે આયોજનનગરમાં રહેતા 25 વર્ષીય રાજા ઉર્ફે ગટ્ટો શૈલેંદ્રભાઇ ધોબીની કૃષ્ણનગર પોલીસે 9 જાન્યુઆરીના રોજ બળાત્કારના ગુનામાં ધરપકડ કરી લોકઅપમાં પુરી દીધો હતો. બીજા દિવસે ગઈકાલે શૌચાલય જવાના બહાને બહાર નીકળી આ આરોપી ફરજ પર હાજર પોલીસકર્મીને ધક્કો મારીને દીવાલ કૂદીને ફરાર થઇ હયો હતો.
આરોપીને પકડવા પોલીસની 5 ટીમો કામે લાગી
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયેલા આ આરોપીને પકડવા પોલીસની 5 ટીમો કામે લાગી હતી. આ 5 ટીમોએ પાલડી, નિકોલ, આરોપીના રહેણાક ઘરે તેમજ સગા સબંધીઓ બાબતે હાથીજણ તથા વસ્ત્રાલ વિસ્તારમાં તપાસ, રિક્ષા સ્ટેન્ડ તથા એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડો તથા રિક્ષાઓમાં તપાસ, આરોપીની ઉઠકબેઠક વાળી જગ્યાઓ સી.ટી.એમ. તથા ઠક્કરનગર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી આરોપી શોધી કાઢવાની કામગીરી કરી હતી.
પોલીસે આરોપીને વસ્ત્રાપુરથી ઝડપી પાડ્યો
પોલીસ તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ફરાર આરોપી વસ્ત્રાપુર ગુરુકુળ રોડ પર નવનીત હાઉસની પાસે ઉભો છે. પોલીસે બાતમીના આધારે સ્થળ પાર પહોંચીને આરોપીની ધરપકડ કરી છે.






