મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં બેંક ખાતુ ખોલીને કીટ વાયા રાજસ્થાન થઈને દુબઈ મોકલાતી, વધુ એક સાયબર કૌભાંડનો પર્દાફાશ

સુરતમાં એક બાદ એક સાયબર કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યા છે. ત્યારે સરથાણા

સુરતમાં બેંક ખાતુ ખોલીને કીટ વાયા રાજસ્થાન થઈને દુબઈ મોકલાતી, વધુ એક સાયબર કૌભાંડનો પર્દાફાશ

સુરતમાં એક બાદ એક સાયબર કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યા છે. ત્યારે સરથાણા બાદ કાપોદ્રા વિસ્તારમાંથી બેંક ખાતા ખોલીને તેના મારફતે થતી છેતરપિંડીના કેસના કૌભાંડને ઉજાગર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

રૂપિયા કમાવાનો નવો ટ્રેન્ડ

કાપોદ્રા પોલીસે બેંકની કીટ વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સાયબર રોડ માટે રાજસ્થાન વાયા થઈને દુબઈ બેંકની કીટ મોકલવામાં આવતી હતી. ભારતની બેંકમાં ખાતું ખોલી વિદેશ બેસી ઘટનાને આરોપીઓ અંજામ આપતા હતા. કાપોદ્રા પોલીસે બે આરોપીને ધરપકડ કરી છે. આ આરોપીઓ સુરતમાં બેંક ખાતુ ખોલાવીને વેચી રૂપિયા કમાવાનો નવો ટ્રેન્ડ ચલાવી રહ્યા હતા. દુબઈ ખાતે બેસી આખું કૌભાંડ ઓપરેટ કરવામાં આવે છે.

ડોક્યુમેન્ટ કબ્જે કર્યા

પોલીસે કહ્યું કે, અવનિત ઠુમર અને આયુષ વસોયા અલગ અલગ લોકોના ખાતા બેંકમાંથી ખોલી રૂપિયા આપવામાં આવતા હતા. બેંક ખાતેદારોને ખાતું લાવવા માટે કમિશન આપવામાં આવતું હતું. બંને આરોપીઓ પાસેથી પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. સુરતમાં ઓનલાઇન અને બેંક મારફતે ચીટીંગના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ડિજિટલ બ્રોડમાં સુરત પ્રથમ નંબરે હશે, તેવી ધારણા સેવવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો