મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કિંજલ રબારી અને પતિ અશોક ચૌધરીને હાઈકોર્ટમાંથી રાહત, પોલીસ કાર્યવાહી પર રોક

લોકપ્રિય સિંગર કિંજલ રબારી અને તેમના પતિ અશોક ચૌધરી સામે કોઈ કાય

કિંજલ રબારી અને પતિ અશોક ચૌધરીને હાઈકોર્ટમાંથી રાહત, પોલીસ કાર્યવાહી પર રોક
આ સમાચાર સાંભળો

લોકપ્રિય સિંગર કિંજલ રબારી અને તેમના પતિ અશોક ચૌધરી સામે કોઈ કાયદાકીય કાનૂની કાર્યવાહી થાય તે પહેલાં જ તેમણે ગુજરાત હાઇકોર્ટના શરણે પહોંચી વિડીયો કોન્ફરન્સિંગ મારફતે પોતાની હાજરી નોંધાવી હતી. કોર્ટ સમક્ષ કિંજલ રબારીએ સ્પષ્ટપણે ખુલાસો કર્યો હતો કે તેમનું કોઈ અપહરણ થયું નથી.

આ મામલે અશોક ચૌધરી સામે દાખલ થયેલી અપહરણની પોલીસ ફરિયાદ સંપૂર્ણપણે શંકાસ્પદ હોવાનું સામે આવતાં ગુજરાત હાઇકોર્ટે તેમને મોટી આશ્વાસન આપનારી રાહત આપી છે. હાઇકોર્ટે અશોક ચૌધરીની ધરપકડ પર વચગાળાનો સ્ટે આપી દીધો છે. જેથી હાલમાં પોલીસ તેમની અટકાયત કે ધરપકડ કરી શકશે નહીં.

અપહરણની ફરિયાદ શંકાસ્પદ ઠરતાં પોલીસ કાર્યવાહી પર રોક

ગાયિકાએ પોતે સ્વેચ્છાએ પતિ સાથે હોવાનું કોર્ટમાં જણાવતાં અપહરણનો મામલો બોગસ સાબિત થયો છે. કાયદાકીય તપાસમાં સત્ય સામે આવ્યા બાદ હાઇકોર્ટે પોલીસને આ મામલે કડક પગલાં લેતાં અટકાવીને દંપતીને મોટી રાહત આપી છે.

આ સમાચાર શેર કરો