મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ફૂટપાથ પર સૂવાના મુદ્દે હત્યા કરનાર એકમાત્ર ફોટોના આધારે ઝડપાયો, આરોપી મોબાઈલ પણ નહોતો રાખતો

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટના ગેટ નંબર-4 સામે ફૂટપાથ પર સૂવા બાબતે ઝઘડો

સુરતમાં ફૂટપાથ પર સૂવાના મુદ્દે હત્યા કરનાર એકમાત્ર ફોટોના આધારે ઝડપાયો, આરોપી મોબાઈલ પણ નહોતો રાખતો

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટના ગેટ નંબર-4 સામે ફૂટપાથ પર સૂવા બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ એક યુવકે બીજાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી હતી. જો કે, સીસીટીવી કે ટેક્નિકલ સર્વેલન્સ કામમાં આવ્યા નહોતા. આરોપી પાસે મોબાઈલ પણ નહોતો. માત્ર એક ફોટોના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. 

મૃતક ઓડિશાનો વતની હતો

મૃતક મૂળ ઓડિશાનો 28 વર્ષીય દેબાસીસ બહેરા એકલો રહેતો હતો. છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો. પરિવાર વતનમાં રહેતો હતો. રોડની સાઈડ પર જ ઝૂંપડાઓના રહીશો માટે બનાવવામાં આવેલા બાથરૂમની બહાર જ ચપ્પુના ઘા માર્યા હતા. ત્યાર બાદ દેબાસીસે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે 10 ફૂટ દૂર જઈને જ રોડ પર ઢળી પડ્યો હતો. જેથી આરોપી નજીકમાં જ આવેલી એક અવાવરૂ જગ્યા પરથી જતો રહ્યો હતો. 

પોલીસને ટીમો બનાવવી પડી

પોલીસે કહ્યું કે, દેબાશિશની હત્યા થઈ હતી. શ્યામલાલ શકમંદ તરિકે મળ્યો હતો. સૂવા બાબતે ફૂટપાથ પર તેને લઈને ઝઘડો થયો હતો. જેમાં હત્યા થઈ હતી. શરૂઆતમાં શ્યામલાલ તરિકે શકમંદનું માત્ર નામ જ હતું.બાદમાં અલગ અલગ ટીમો બનાવી હતી. તમામ લોકોએ સંયુક્ત ઓપરેશન ધર્યું હતું. શકમંદ પાસે કોઈ મોબાઈલ નહોતો. ટીમોએ 175 કેમેરા અને 45 જગ્યા અને 18 પાર્કિંગ, ચા લારી સહિતની 7 જગ્યાની તપાસ હાથ ધરી હતી. શનિવારી બજારમાં વાત કરી હતી. ત્યાં ફોટો બતાવ્યો હતો. જેમાંથી એક વ્યક્તિએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પાકિટ વેચવાનો ધંધો કરવા આવ્યો હતો. જેથી પોલીસે સ્થળ પર પહોંચીને તેને ઝડપી લઈને પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી. સમગ્ર બનાવમાં સૂવા બાબતે ઝઘડો થયો હતો. બાદમાં ચપ્પુ મારી હત્યા કરી નાસી ગયો હતો. આરોપીનો હાલ ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો નથી પરંતુ પોલીસ તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો