મિત્રની હત્યા કરી ફરાર થઈ ગયો ને અકસ્માતમાં હાથ ગુમાવ્યો, 18 વર્ષે સાધુના વેશમાં દબોચાયો
સુરતમાં વર્ષ 2006માં મિત્રની હત્યા કરીને નાસી ગયેલા આરોપીને પોલીસે 18 વર્ષે ઝડપી લીધો છે. ભેસ્

સુરતમાં વર્ષ 2006માં મિત્રની હત્યા કરીને નાસી ગયેલા આરોપીને પોલીસે 18 વર્ષે ઝડપી લીધો છે. ભેસ્તાન ખાતે સળીયા બનાવવાની કંપનીમાં વોચમેન તરીકે કામ કરતા ભોલા કુર્મીનાઓ સાથે નોકરીનો પગાર મેળવવા બાબતે ઝઘડો થયો હતો. જેથી આરોપી નારાયણ સિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભ સિંહ બ્રિજમોહનસિંહ રાજપુતે આવેશમાં આવી જઈ ભોલા કુર્મીનાની માથાનાં ભાગે સળીયા વડે હુમલો કરી ભોલા કુર્મીનું મોત નિપજાવી ભાગી ગયો હતો.
સાધુના વેશમાં રહેતો હતો
હત્યાનો મુખ્ય આરોપી નારાયણ સિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભ સિંહ બ્રિજમોહન સિંહ રાજપુતની તપાસ હાથ ધરવામાં આવી હતી. હ્યુમન સોર્સથી માહિતી મળી કે, નાસતો ફરતો આરોપી નારાયણ સિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભ સિંહ બ્રિજમોહન સિંહ રાજપુત ઉત્તર પ્રદેશ ખાતે વેશ પલટો કરીને હાલ સાધુનાં વેશમાં રહે છે. જેથી ઉત્તરપ્રદેશનાં ફતેપુર ખાતે ફરીથી એક ટીમ બનાવી મોકલી તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
અકસ્માતમાં હાથ ગુમાવ્યો
પકડાયેલ નારાયણ સિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભ સિંહ બ્રિજમોહન સિંહ રાજપુતની પૂછપરછ કરતા તેણે ગુન્હો કબુલતો હતો. ગુનો કર્યા બાદ તે મુંબઇ ખાતે ચાલ્યો ગયો હતો. ત્યાં છુટક મજુરી કામ કરવા લાગેલ ત્યારબાદ કાનપુર ખાતે ચાલી ગયો હતો. ત્યાં ડ્રાઇવીંગનુ કામકાજ ચાલુ કર્યું હતું. પોતે પકડાઇ ના જાય તે માટે પોતાનુ નામ સૌરભસિંગ છુપાવી રાજુ નામ રાખ્યું હતું. ત્યારબાદ ૨૦૧૪ માં તેના રોડ અકસ્માત થતા ડાબો હાથ કપાઇ ગયો હતો. જેથી તેને કોઇ ઓળખી ના શકે તે માટે પોતે સાધુનો વેશ ધારણ કરીને ફરતો હતો.







